For the best experience, open
https://m.gujaratmirror.in
on your mobile browser.
Advertisement

શેરબજાર-સટ્ટામાં પૈસા હારી જતાં બેન્ક મેનેજરે 28 લાખની કરી ઉચાપત

12:09 PM Jun 29, 2024 IST | admin
શેરબજાર સટ્ટામાં પૈસા હારી જતાં બેન્ક મેનેજરે 28 લાખની કરી ઉચાપત

રાપર તાલુકાના ફતેહગઢ ગામે કે.ડી.સી.સી. બેંકના મેનેજર પ્રવીણસિંહ સોઢા રૂૂા. 28 લાખ રોકડ રકમ લઈને નાસી જતાં બેંકના હોદ્દેદારોમાં દોડધામ થઈ પડી હતી. આ પ્રકરણ અંગે રાપર પોલીસને જાણ કરવામાં આવી હતી. આ ચકચારી બનાવ અંગે મળતી વિગતો મુજબ રાપર તાલુકાના ફતેહગઢ ખાતે કે.ડી.સી.સી. બેંકમાં આ બનાવ બન્યો હતો. બેંકમાં ક્લાર્કથી નોકરીની શરૂૂઆત કરી મેનેજર કક્ષાએ પહોંચેલા પ્રવીણસિંહ સોઢાએ આ બનાવને અંજામ આપ્યો હોવાનું જાણવા મળ્યું હતું.

Advertisement

બેંકમાં રાખેલી કેસની એક ચાવી આ મેનેજર પાસે તથા બીજી ચાવી કેશિયર પાસે રહેતી હોય છે. એક દિવસ અગાઉ સાંજે બેંક બંધ કરતી વખતે મેનેજર એક ચિઠ્ઠી મૂકીને ક્યાંક ચાલ્યા ગયા હોવાનું બહાર આવ્યું હતું. બીજા દિવસે કેશિયર મહિલા બેંકમાં આવતાં તેમના હાથમાં આ ચિઠ્ઠી આવી હતી, જેમાં મેનેજરે કેસમાંથી 28 લાખ ઉપાડી લીધા હોવાનું તથા પોતે શેર સટ્ટામાં હારી ગયા હોવાનું બહાર આવ્યું હતું, જેમાં બીજા કોઈનો ગુનો નથી. પોતે જ આ પૈસા લીધા હોવાનું સામે આવ્યું હતું.

આ બનાવ અંગે બેંકના હોદ્દેદારોનું ધ્યાન દોરવામાં આવ્યું હતું. બનાવ બન્યો હોવાનું બેંકના ચેરમેન દેવરાજભાઈ ગઢવીએ જણાવી આ અંગે પોલીસને જાણ કરી રિકવરીના પ્રયાસો જારી હોવાનું તેમણે ઉમેર્યું હતું. બનાવ અંગે રાપરના પી.આઈ. જે. બી. બુંબડિયાનો સંપર્ક કરતાં તેમણે બનાવને સમર્થન આપ્યું હતું અને મેનેજર પ્રવીણસિંહ સોઢા આ રોકડ રકમની સાથે અન્ય કાંઈ લઈ ગયા છે કે કોઈના ખાતાંમાં જમા કરાવ્યા છે તે સહિતની તપાસ ચાલુ હોવાનું ઉમેર્યું હતું. વાગડ પંથકમાં આ બનાવથી ભારે ચકચાર પ્રસરી હતી.

Advertisement

Advertisement
Tags :
Advertisement
Advertisement