For the best experience, open
https://m.gujaratmirror.in
on your mobile browser.
Advertisement

હેરોઇન બાદ પોરબંદરના દરિયામાંથી 173 કિલો ચરસ ઝડપાયું

04:01 PM Apr 29, 2024 IST | Bhumika
હેરોઇન બાદ પોરબંદરના દરિયામાંથી 173 કિલો ચરસ ઝડપાયું
  • 48 કલાકમાં કોસ્ટગાર્ડ-એટીએસ અને નાર્કોટિક્સ બ્યુરોને બીજી સફળતા, ભારતીય બોટ સાથે બે શખ્સોની ધરપકડ

ગુજરાતમાં લોકસભાની ચુંટણી સમયે જ ગુજરાતના દરિયાકાંઠે ડ્રગ માફિયાઓએ રેઢુ પડ માની ડ્રગ્સના ક્ધસાઇનમેન્ટ ઉતારવાનું શરૂ કર્યું હોય તેમ બે દિવસ પહેલા પોરબંદરના દરિયામાંથી રૂા.602 કરોડની કિંમતના 86 કિલોગ્રામ હેરોઇન સાથે 14 પાકિસ્તાનીઓને બોટ સાથે ઝડપી લીધા બાદ ગઇકાલે સતત બીજા દિવસે પોરબંદરના દરિયામાંથી કોસ્ટગાર્ડ, નાર્કોટિસકસ બ્યુરો અને ગુજરાત એટીએસે વધુ 173 કિલોગ્રામ ચરસ સાથે ભારતીય બોટ ઝડપી લઇ બે ભારતીય શખ્સોની ધરપકડ કરતા ભારે ખળભળાટ મચી જવા પામેલ છે.

Advertisement

માત્ર 48 કલાકનાં ગાળામાં પોરબંદરના દરિયામાંથી 86 કિલો હેરોઇન તથા 173 કિલોગ્રામ ચરસ પકડાતા ડ્રગ્સ માફીયાઓની સક્રિયતાથી સુરક્ષા એજન્સીઓ પણ ચોંકી ઉઠી છે. ડ્રગ્સનો આ જથ્થો પણ પાકિસ્તાનથી આવ્યાનું ખુલવા પામેલ છે.ભારતીય પોસ્ટ ગાર્ડ અને એટીએસ દ્વારા વધુ એક ઓપરેશન પાર પાડવામાં આવ્યું છે.ભારતીય કોસ્ટ ગાર્ડ, એનસીબી અને એટીએસ ગુજરાત દ્વારા તાજેતરમાં જ એક પાકિસ્તાની ફિશિંગ બોટને જપ્ત કરવામાં આવી હતી.જેમાં મોટા પ્રમાણમાં ડ્રગ્સનો જથ્થો પકડાયો હતો.28 એપ્રિલની બપોરે દરિયામાં અન્ય એક મોટી એન્ટી-નાર્કોટિક્સ ઓપરેશન સફળતાપૂર્વક હાથ ધરવામાં આવ્યું હતું.જેમાં હેરોઇનનો મોટો કબજે કરી પાકિસ્તાનની બોર્ડને પકડી લેવામાં આવી હતી.

સતત બે દિવસથી ચાલી રહેલા આ સયુંકત ઓપરેશનમાં પોરબંદરના દરિયા કિનારેથી બે ગુનેગારોને 173 કિલો માદક દ્રવ્યોના જથ્થા સાથે એક ભારતીય માછીમારી બોટને પકડવામાં આવી છે. એટીએસ ગુજરાતના ચોક્કસ અને વિશ્વસનીય ગુપ્ત માહિતીના આધારે,કોસ્ટ ગાર્ડે વ્યૂહાત્મક રીતે તેના જહાજો અને એરક્રાફ્ટને દરિયાના વિશાળ વિસ્તારમાં તૈનાત કર્યા હતા.સમગ્ર હકીકતની ખાતરી કરીને સર્વેલન્સથી બચી ન જાય માટે તેનો પીછો કરવામાં આવ્યો હતો.ત્યારબાદ શંકાસ્પદ બોટની ઓળખ કર્યા બાદ તુરંત તેને ઝડપથી અટકાવવામાં આવી હતી.આરોપીઓ ભાગી ન જાય માટે તેમને પકડી લેવામાં આવ્યા હતાં.

Advertisement

છેલ્લા ઘણા સમયથી દરિયા મારફતે ડ્રગની હેરફેર કરવામાં આવી રહી હોય ગુપ્તચર એજન્સીઓની નજર હોય એટીએસ ગુજરાતના સંયુક્ત પ્રયાસોથી વધુ એક વાર સફળ કામગીરી થઈ છે.હાલ ઝડપાયેલા બન્નેની પૂછપરછ કરવામાં આવી રહી છે.તેમજ આ જથ્થો લગભગ 60 કરોડનો હોવાનું મનાય છે.

Advertisement
Tags :
Advertisement
Advertisement