For the best experience, open
https://m.gujaratmirror.in
on your mobile browser.
Advertisement

પહેલા હાથ -પગ ભાંગી નાખ્યા પછી એસિડ એટેક કર્યો

11:38 AM Jun 06, 2024 IST | Bhumika
પહેલા હાથ  પગ ભાંગી નાખ્યા પછી એસિડ એટેક કર્યો
Advertisement

વંથલીની બે બહેનો ઉપર એસિડ એટેકની ઘટનામાં ચોંકાવનારો ખુલાસો


એક મહિના પહેલા પતિએ હાથ પગ ભાંગી નાખ્યા હતાં છતાં પોલીસે કોઈ પગલાં નહીં ભર્યાનો આક્ષેપ

Advertisement

જૂનાગઢના વંથલીમાં ગઈકાલે એસિડ એટેકનો ભોગ બનેલી મહિલા અને તેની બહેન ઉપર મહિલાના પતિએ એક મહિના પહેલા પણ અત્યાચાર ગુજારી મહિલાના પગ ભાંગી નાખ્યાનો ઘટસ્ફોટ થયો છે. આ ઘટનામાં પોલીસે પણ બેદરકારી દાખવ્યાનો ભોગ બનનારે આક્ષેપ કરતાં ચકચાર જાગી છે.

પિયર ગયેલી પત્ની અને તેની સાળીના મોઢા પર એસિડ ફેંકી પતિએ જાનથી મારી નાખવાની કોશિશ કરી..આ ઘટના છે જૂનાગઢના વંથલી તાલુકાના એક ગામની, જ્યા સૂતેલી પત્ની અને સાળી પર મધરાતે એસિડ ફેંકીને ફરાર થઇ ગયેલા પતિ અને દિયર સહિત પાંચ શખસ સામે પત્નીએ ફરિયાદ નોંધાવી છે.

ઘટના અંગે વિગતે વાત કરીએ તો જૂનાગઢ જિલ્લાના વંથલી તાલુકના એક ગામની યુવતીના લગ્ન માણાવદરના યુવક સાથે થયા હતા. એમાં પતિ પરિણીતાને શારીરિક અને માનસિક ત્રાસ આપીને હેરાન કરતો હતો. એકાદ મહિના પહેલાં પતિએ પરિણીતાને ઢોરમાર મારી હાથ-પગ તોડી નાખ્યા હતા અને કહ્યું હતું કે પઆ તો નાટક શરૂૂ કર્યું છે, ખેલ તો હજુ બાકી છે,થ જેથી પરિણીતાએ ફરિયાદ પણ નોંધાવી હતી અને તે પોતાના પિતાને ત્યાં રહી સારવાર કરાવી રહી હતી.

આ દરમિયાન પરિણીતાની મોટી બહેન પણ પોતાના પિતાને ત્યાં આવી હતી અને ગતરોજ પરિવારના સભ્યો સૂતા હતા ત્યારે પરિણીતાના પતિ અને દિયર સહિત પાંચ શખસે આવીને બારીમાંથી એસિડ-એકેટ કર્યો હતો. એમાં પરિણીતા અને તેની મોટી બહેનનો ચહેરો દાઝી ગયો હતો. હાલ બંનેની સારવાર જૂનાગઢ સિવિલમાં ચાલી રહી છે. જ્યાં હોસ્પિટલના બિછાનેથી પરિણીતાએ પોતાના પતિ અને દિયર સહિત પાંચ શખસ સામે ફરિયાદ નોંધાવી છે.

એસિડ-એટેકનો ભોગ બનનાર પરિણીતાની બહેને હોસ્પિટલમાંથી જણાવ્યું હતું કે હું મારા પરિવારના ખબરઅંતર પૂછવા પિયર આવી હતી. રાત્રે અમે બધાં સૂતાં હતાં. એ સમયે ઘરની બારીઓ ખુલ્લી હતી. એ સમયે મારાં બહેનના પતિએ અમારા પર એસિડ ફેંકી મારી નાખવાની કોશિશ કરી હતી. થોડા સમય પહેલાં જ આ મારી બહેનના પતિએ મારાં બહેનના હાથ-પગ ભાંગી નાખ્યા હતા, ત્યારે પોલીસ ફરિયાદ કરી હતી, પરંતુ પોલીસે કોઈ કાર્યવાહી કરી નથી, એવા આક્ષેપ પણ કર્યા હતા.

ભોગ બનનારી બહેનોના પિતાએ જણાવ્યું હતું કે અમે અમારા ઘરે પરિવાર સાથે સૂતા હતા, ત્યારે મારા જમાઈએ તેના માણસો સાથે આવી મારી બંને દીકરી પર એસિડ ફેંક્યું હતું. મારી મોટી દીકરી ખાલી ખબરઅંતર પૂછવા અહીં આવી હતી. ત્યારે નાની દીકરીના પતિએ બંને પર એસિડ ફેંક્યું હતું. આ બંને બહેનો પર એસિડ ફેંકતાં મોઢા તેમજ શરીરના ભાગે ગંભીર રીતે દાઝી છે.

ભોગ બનનારી બહેનોના પિતાએ વધુમાં જણાવ્યું હતું કે મારા જમાઈએ અગાઉ મારી દીકરીના હાથ-પગ ભાંગી તેને ઈજા પહોંચાડી હતી. ત્યારે મને ધમકીનો કોલ આવ્યો હતો અને કહ્યું હતું કે અમે નાટક શરૂૂ કર્યું છે, ખેલ તો હજુ બાકી છે. એ સમયે મારા જમાઈની પોલીસે ધરપકડ ન કરી હતી. ત્યારે આજે જમાઇ અને તેના માણસોએ મારા ઘરે સૂતી મારી દીકરીઓ પર એસિડ-એટેક કર્યો હતો.

આ અંગે જૂનાગઢ ડીવાયએસપી બી.સી. ઠક્કરે જણાવ્યું હતું કે આજે વંથલીના એક ગામે એસિડ- એટેકનો બનાવ બન્યો છે, જેમાં ફરિયાદીના પતિએ તેની સાથે દોઢ મહિના પહેલાં મારકૂટ કર્યાની ફરિયાદ નોંધાવી હતી. એ મામલે મન દુ:ખ રાખી ફરિયાદી પરિણીતા પોતાના પિતાના ઘરે હતી. તે દરમિયાન તેના પતિ અને તેના ભાઈ તેમજ અન્ય ત્રણ ઈસમે મળી એસિડ-એટેક કર્યો હતો. એમાં ફરિયાદી અને તેની બહેન ગંભીર રીતે દાઝી ગયાં હતાં. આ મામલે વંથલી પોલીસે તમામ ઇસમો વિરુદ્ધ ફરિયાદ નોંધી તપાસ હાથ ધરી છે.

Advertisement
Tags :
Advertisement
Advertisement