For the best experience, open
https://m.gujaratmirror.in
on your mobile browser.
Advertisement

કેરી ખાધા પછી ભૂલથી પણ ન ખાવી જોઈએ આ વસ્તુઓ, હેલ્થ પર પડશે ગંભીર અસર

02:06 PM May 03, 2024 IST | Bhumika
કેરી ખાધા પછી ભૂલથી પણ ન ખાવી જોઈએ આ વસ્તુઓ  હેલ્થ પર પડશે ગંભીર અસર

ઉનાળાના આગમન સાથે કેરીની માંગ પણ વધી જાય છે. મોટાભાગના લોકોને આ રસદાર ફળ ખૂબ જ ગમે છે. આ સિઝનમાં ફળોનો રાજા કેરી આવે છે. બાળકો અને વૃદ્ધો બન્ને કેરીને ખૂબ શોખથી ખાય છે. પરંતુ ઘણી વખત આપણે કેરી ખાવામાં અમુક ભુલો કરી દીએ છીએ. જેવી કે કેરી ખાધા પછી, કેટલીક વસ્તુઓ ટાળવી જોઈએ. અમે તમને આ વિશે જણાવવા જઈ રહ્યા છીએ.

Advertisement

કારેલાઃ

કેરી ખાધા પછી તરત જ કારેલા ખાવાથી પેટમાં તકલીફ થવા લાગે છે. જેનાથી ઉલ્ટી, શ્વાસ લેવામાં તકલીફ કે ચક્કર આવવા જેવી સમસ્યાઓ થઈ શકે છે.

Advertisement

પાણી:
કેરી ખાધા પછી તરત જ પાણી ન પીવું જોઈએ. તેનાથી પેટમાં દુખાવો થઈ શકે છે. કેરી ખાધા પછી ઓછામાં ઓછા અડધા કલાક પછી પાણી પીવું જોઈએ.

મસાલા:
જો તમે કેરી ખાધા પછી મરચાં કે મસાલા ખાઓ છો, તો તે ત્વચામાં ખંજવાળ અથવા ઈરિટેશન જેવી મુશ્કેલીઓ ઉભી કરી શકે છે.

ગરમ પીણું:
ઠંડા પીણાની જેમ ગરમ પીણા પણ કેરી સાથે ન પીવું જોઈએ. તે સ્વાસ્થ્ય પર વિપરીત અસર કરી શકે છે.

દહીં:
કેરી કે કોઈપણ ફળ સાથે દહીં ખાવાનું ટાળવું જોઈએ. ફળો સાથે ખાવાથી તે ટોક્સિન, શરદી અને એલર્જીનું કારણ બની શકે છે.

ઠંડા પીણાં:
કેરીમાં ખૂબ જ મીઠાશ હોય છે. જો કેરી ખાધા પછી કોલ્ડ ડ્રિંક પીવામાં આવે તો શરીરમાં શુગર લેવલ અનેકગણું વધી શકે છે જે સ્વાસ્થ્ય માટે સારું નથી.

Advertisement
Tags :
Advertisement
Advertisement