For the best experience, open
https://m.gujaratmirror.in
on your mobile browser.
Advertisement

33 વર્ષ બાદ મનમોહન રાજકીય તખ્તેથી દૂર

05:40 PM Apr 03, 2024 IST | Bhumika
33 વર્ષ બાદ મનમોહન રાજકીય તખ્તેથી દૂર
  • 7 કેન્દ્રીય મંત્રીઓ સહિત 54 સભ્યો રાજ્યસભામાંથી રિટાયર: સોનિયાની પ્રથમવાર એન્ટ્રી

રાજ્યસભામાં 33 વર્ષની લાંબી ઈનિંગ બાદ પૂર્વ વડાપ્રધાન ડો. મનમોહન સિંહ રિટાયર થયા છે. તેમની સાથે જ રાજ્યસભાના 54 સાંસદોનો કાર્યકાળ પણ પૂર્ણ થઈ ગયો છે.જેમાંથી અનેક લોકસભા ચૂંટણી લડી રહ્યાં છે તો કેટલાંક એવા પણ છે જેઓ રાજ્યસભામાં પરત ફરી રહ્યાં છે. પૂર્વ વડાપ્રધાન મનમોહન સિંહ 3 એપ્રિલ એટલે કે બુધવારે રાજ્યસભામાંથી રિટાયર થઈ રહ્યાં છે તો કોંગ્રેસના પૂર્વ અધ્યક્ષ સોનિયા ગાંધી રાજ્યસભામાં ડેબ્યૂ કરવા જઈ રહ્યાં છે.

Advertisement

ડો. મનમોહન સિંહને અર્થવ્યવસ્થાના અનેક મહત્વના નિર્ણય માટે ઓળખવામાં આવે છે. 1991માં પહેલી વખત તેઓ રાજ્યસભા પહોંચ્યા હતા અને તેમણે પીવી નરસિમ્હારાવની સરકારમાં નાણા મંત્રાલયની જવાબદારી સંભાળી હતી. જે બાદ તેઓ 2004થી 2014 સુધી ભારતના વડાપ્રધાન પદે રહ્યા. હવે તેઓ 91 વર્ષના થઈ ગયા છે.

7 કેન્દ્રીય મંત્રી પણ છે જેઓ રાજ્યસભામાંથી રિટાયર થઈ રહ્યાં છે. જેમાં શિક્ષણ મંત્રી ધર્મેન્દ્ર પ્રધાન, સ્વાસ્થ્ય મંત્રી મનસુખ માંડવિયા, સૂચના પ્રોદ્યોગિકી મંત્રી રાજીવ ચંદ્રશેખર, પશુપાલન અને મત્સ્ય પાલન મંત્રી પુરષોત્તમ રુપાલા, વિદેશ રાજ્યમંત્રી વી મુરલીધરન, સુક્ષ્મ તેમજ લઘુ મધ્ય ઉદ્યોગ મંત્રી નારાયણ રાણે અને સૂચના પ્રસારણ રાજ્ય મંત્રી એલ મુરુગન સામેલ છે.

Advertisement

આ ઉપરાંત રેલવે મંત્રી અશ્વિની વૈષ્ણવ અને પર્યાવરણ મંત્રી ભૂપેન્દ્ર યાદવનો કાર્યકાળ પણ બુધવાર ખતમ થઈ રહ્યો છે. આ વખતે એલ મુરુગન અને અશ્વિની વૈષ્ણવને છોડીને તમામ રિટાયર થઈ રહેલા મંત્રી લોકસભા ચૂંટણી લડી રહ્યાં છે.

મંગળવારે રાજ્યસભામાં 49 સભ્ય રિટાયર થયા. તો બુધવારે વધુ પાંચ લોકો રિટાયર થઈ જશે. આ રીતે કુલ 54 સાંસદ રિટાયર થઈ રહ્યાં છે. જેમાં સમાજવાદી પાર્ટીના જયા બચ્ચન પણ સામેલ છે. જો કે તેમણે બીજા કાર્યકાળ માટે પસંદ કરવામાં આવ્યા છે. છઉંઉના મનોજ ઝા પણ આગામી કાર્યકાળ માટે ચૂંટાયા છે. કર્ણાટકના કોંગ્રેસના નસીર હુસૈનને પણ ફરીથી રાજ્યસભા મોકલવામાં આવી રહ્યાં છે.

Advertisement
Tags :
Advertisement
Advertisement