For the best experience, open
https://m.gujaratmirror.in
on your mobile browser.
Advertisement

ઓમાન, યુએઈ પછી અફઘાનિસ્તાન પૂરથી 315નાં મોત, 1600ને ઈજા

11:27 AM May 13, 2024 IST | Bhumika
ઓમાન  યુએઈ પછી અફઘાનિસ્તાન પૂરથી 315નાં મોત  1600ને ઈજા
Advertisement

ઓમાન, દુબઈ બાદ વધુ એક મુસ્લિમ દેશ અફઘાનિસ્તાનમાં કુદરતનો કાળો કહેર જોવા મળ્યો…. તાલિબાન શાસિત દેશમાં ભારે વરસાદ બાદ આવેલા વિનાશકારી પૂરે ચોતરફ ભારે તબાહી મચાવી…. ઉત્તરી પ્રાંત બાઘલાનમાં પૂરના કારણે 1000થી વધારે મકાનો ધ્વસ્ત થઈ ગયા…. તો અનેક વિસ્તારોમાં ફ્લેશ ફ્લડના કારણે લોકોના મકાનોમાં મડ અને કાદવનું સામ્રાજ્ય જોવા મળી રહ્યું છે….

આ સ્થિતિ ભારતના પાડોશી દેશ અફઘાનિસ્તાનના છે. અહીંયા શુક્રવારે આવેલા ભારે વરસાદ બાદ નદીઓમાં પૂર આવી ગયું.જેના કારણે બગલાન પ્રાંતમાં ભારે તારાજી જોવા મળી. દ્રશ્યોમાં જોઈ શકાય છે કે પૂરનું પાણી અચાનક નીચાણવાળા વિસ્તારોમાં ઘૂસી આવે છે… અને જોત જોતામાં કાચા મકાનોના બારી-દરવાજા તોડીને વહેવા લાગે છે.. .જેમાં ઘરની તમામ ઘરવખરી તણાઈ જાય છે.

Advertisement

અચાનક ભારે વરસાદના કારણે અફઘાનિસ્તાનના રસ્તાઓ પર નદીઓ નહીં પરંતુ સમુદ્ર વહેવા લાગી…. જેના કારણે ભલભલાના રુંવાડા ઉભા થઈ જાય. આ દ્રશ્યો પાણીની પ્રચંડ તાકાતની સાક્ષી પૂરે છે… જેમાં જોઈ શકાય છે કે પાણીની થપાટના કારણે મકાનની મજબૂત દીવાલ ધરાશાયી થઈ જાય છે અને પાણી ચારેબાજુ ફરી વળે છે.
બગલાન પ્રાંતમાં પાણીની સાથે સાથે લોકોના ઘરમાં મોટા પ્રમાણમાં કાદવ-કીચડ ભરાઈ ગયો… દ્રશ્યોમાં જોઈ શકાય છે કે મોટા પ્રમાણમાં મડ પહાડો પરથી નીચે આવી રહ્યો છે અને નીચાણવાળા મકાનોમાં પથરાઈ રહ્યો છે.
આકાશમાંથી આફતરૂૂપી વરસાદ પડતાં અફઘાનિસ્તાનમાં લોકોની મુશ્કેલીમાં ભારે વધારો થયો… વિનાશકારી પૂરના કારણે 300થી વધારે લોકોના મોત થયા છે… જ્યારે 1000થી વધારે મકાનો ધ્વસ્ત થઈ ગયા છે…

અઠવાડિયા પહેલાં આવેલા વરસાદે પણ લોકોને મોટું નુકસાન પહોંચાડ્યું હતું… ત્યારે ફરી એકવાર કુદરતના કહેર સામે અફઘાનિસ્તાનમાં લોકો લાચાર બની ગયા છે…. અને ભગવાન પાસે રહેમની ભીખ માગી રહ્યા છે.

Advertisement
Tags :
Advertisement
Advertisement