For the best experience, open
https://m.gujaratmirror.in
on your mobile browser.
Advertisement

T-20 વર્લ્ડ કપમાં અફઘાનિસ્તાને ન્યૂઝીલેન્ડને 84 રનથી કચડ્યું

01:48 PM Jun 08, 2024 IST | admin
t 20 વર્લ્ડ કપમાં અફઘાનિસ્તાને ન્યૂઝીલેન્ડને 84 રનથી કચડ્યું

ટી-200 વર્લ્ડ કપ 2024 માં વધુ એક અપસેટ જોવા મળ્યો હતો. આ વખતે અફઘાનિસ્તાને ન્યૂઝીલેન્ડને 84 રનના વિશાળ અંતરથી હરાવ્યું હતું. કેપ્ટન રાશિદ ખાન, ફઝલ હક ફારૂૂકી અને રહમાનુલ્લાહ ગુરબાઝે અફઘાનિસ્તાનને જીતવામાં મહત્વપૂર્ણ યોગદાન આપ્યું હતું. પહેલા ટીમે બેટિંગમાં સારુ પ્રદર્શન કર્યું અને બાદમાં શાનદાર બોલિંગ કરી ન્યૂઝીલેન્ડને કારમી હાર આપી હતી.

Advertisement

પ્રથમ બેટિંગ કરવા ઉતરેલી અફઘાનિસ્તાનની ટીમ તરફથી ફઝલ હક ફારૂૂકીએ સૌથી મોટી ઇનિંગ રમી હતી. તેણે 56 બોલમાં 5 ચોગ્ગા અને 5 છગ્ગાની મદદથી 80 રન કર્યા હતા. આ પછી બોલિંગમાં, ફઝલ હક ફારૂૂકી અને કેપ્ટન રાશિદ ખાને ચાર-ચાર વિકેટ ઝડપી ન્યૂઝીલેન્ડની બેટિંગ લાઇનઅપની કમર તોડી નાખી હતી.

ન્યૂઝીલેન્ડે ટોસ જીતીને બોલિંગ કરવાનો નિર્ણય લીધો, જે તેમની સૌથી મોટી ભૂલ સાબિત થઈ હતી. પ્રથમ બેટિંગ કરવા આવેલા અફઘાનિસ્તાને 20 ઓવરમાં 6 વિકેટે 159 રન બનાવ્યા હતા. ગુરબાઝ ઉપરાંત ઝદરાને ટીમ માટે સારી ઇનિંગ રમી અને 41 બોલમાં 3 ચોગ્ગા અને 2 છગ્ગાની મદદથી 44 રન બનાવ્યા હતા. ત્યારબાદ લક્ષ્યનો પીછો કરવા ઉતરેલી કિવી ટીમ 15.2 ઓવરમાં માત્ર 75 રનના સ્કોર પર ઓલઆઉટ થઈ ગઈ હતી. આ મેચમાં કિવી ટીમના બેટ્સમેનો સંઘર્ષ કરતા જોવા મળ્યા હતા. ડેવોન કોનવે આઠ, ડેરીલ મિશેલ પાંચ, કેન વિલિયમ્સન નવ, માર્ક ચેપમેન ચાર, માઈકલ બ્રેસવેલ શૂન્ય, ગ્લેન ફિલિપ્સ 18, મિશેલ સેન્ટનર ચાર, મેટ હેનરી 12, લોકી ફર્ગ્યુસન બે રન બનાવીને આઉટ થયા હતા. ટ્રેન્ટ બોલ્ટ ત્રણ રન બનાવીને અણનમ રહ્યો હતો. આ મેચમાં અફઘાનિસ્તાનના બોલરોએ તબાહી મચાવી હતી. ફઝલ હક ફારૂૂકી અને રાશિદ ખાને ચાર-ચાર વિકેટ લીધી હતી જ્યારે મોહમ્મદ નબીને બે વિકેટ મળી હતી.

Advertisement

Advertisement
Tags :
Advertisement
Advertisement