For the best experience, open
https://m.gujaratmirror.in
on your mobile browser.
Advertisement

બોડેલીમાં મરચાંમાં અખાદ્ય કલર અને ઓલિયો રેઝીનની ભેળસેળનો પર્દાફાશ

04:16 PM May 18, 2024 IST | Bhumika
બોડેલીમાં મરચાંમાં અખાદ્ય કલર અને ઓલિયો રેઝીનની ભેળસેળનો પર્દાફાશ
Advertisement

કમિશનર ડો. એચ. જી. કોશિયાએ જણાવ્યું છે કે, રાજ્યના નાગરિકોની જીવનજરૂૂરી ખાદ્ય ચીજવસ્તુઓ શુદ્ધ અને ગુણવત્તાયુક્ત મળી રહે તે માટે રાજ્ય સરકાર સતત કટીબદ્ધ છે. રાજ્યમાં ખાદ્યચીજોના નમુનાનું પરીક્ષણ કરી ભેળસેળ કરતાં તત્વો સામે કાયદાકીય કાર્યવાહી કરવામાં આવશે.

કોશિયા એ ઉમેર્યું કે, તાજેતરમાં ગાંધીનગરની ફૂડ ટીમ તથા છોટા ઉદેપુર જિલ્લાની ફૂડ ટીમ દ્વારા હલકી કક્ષાનાં મરચાં પાવડરમાં અખાદ્ય કલર તથા ઓલીયો રેઝીનની થતી ભેળસેળ નું કૌભાંડ પકડી પાડેલ છે. સદર કૌભાંડ આચરનાર વેપારી ખત્રી મયુદ્દીનભાઇ નુરમોહંમદભાઇ ફૂડ સેફટી પરવાનો મેળવ્યા વગર સર્વે નં-43/2 પૈકી 1 વાળી જમીનમાંથી 2500 ચોરસ ફૂટમાં તૈયાર કરેલ શેડ (કારખાનું) બોડેલી તાલુકામાંથી પકડી પાડવામાં આવ્યું હતું.

Advertisement

આ પેઢીમાં સઘન તપાસ હાથ ધરતા મરચા પાવડરમાં અખાદ્ય કલર તથા ઓલીયો રેઝીનની થતી ભેળસેળ થતી હોવાનું પ્રથમિક દ્રષ્ટીએ માલુમ પડેલ હતું. તપાસ દરમિયાન સ્થળ પર અખાદ્ય લાલ કલર નો 25 કિલોગ્રામ જથ્થો તથા Capsicum Oleoresinનો 9 કિલોગ્રામ જ્થ્થો સ્થળ પર જ હાજર સ્ટોકમાં પકડી પાડ્યું છે. વેપારી ધ્વારા મરચાં પાવડર એકસ્ટ્રા હોટ તેજા મરચું અને કાશ્મીરી કુમઠી (મોળુ મરચું ) લેબલથી પેક કરતા હતા. જેના પર કાયદા મુજબ બેચ નમ્બર, પેકીંગ તારીખ, ઉત્પાદકનું સરનામું કે અન્ય કોઇ માહિતી છાપેલ ન હતી. તથા લૂઝમાં મરચા પાવડરનો જથ્થો માનવ વપરાશ અર્થે તૈયાર કરી સંગ્રહ કર્યો હતો. વધુમાં સ્થળ પરથી કાશ્મીરી કુમઠી, એકસ્ટ્રા હોટ તેજા મરચું પેક-01, ખાડેલુ મરચું પાવડર-01, મરચા પાવડર-01,Capsicum Oleoresin, Red colour મળીને કુલ-06 કાયદેસરના નમૂનાઓ લઇ પૃથ્થકરણ માટે લેબોરેટરીમાં મોકલી આપવામાં આવ્યા છે.

Advertisement
Tags :
Advertisement
Advertisement