For the best experience, open
https://m.gujaratmirror.in
on your mobile browser.
Advertisement

જૂનાગઢમાં બે બહેનો પર એસિડ એટેક

04:59 PM Jun 05, 2024 IST | Bhumika
જૂનાગઢમાં બે બહેનો પર એસિડ એટેક
Advertisement

નાની બહેનના પતિએ એટેક કર્યાનો આક્ષેપ : બંને મોઢા પર ગંભીર રીતે દાઝી

જૂનાગઢમાં શહેરના વંથલીના ધંધુસર ગામમા આજે બે સગી બહેનો પર એસિડ એટેક કર્યાનો બનાવ સામે આવ્યો છે.આ ઘટનામાં હાલ બંનેને ગંભીર રીતે દાઝેલી હાલતમાં અહીંની સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે.આ મામલે હવે પોલીસે વધુ તપાસ શરૂૂ કરી છે.

Advertisement

વધુ વિગતો મુજબ,જૂનાગઢ શહેરના વંથલીના ધંધુસર ગામમા એસિડ એટેક નો બનાવ સામે આવતા ચકચાર મચી જવા પામી છે.માહિતી અનુસાર બે બહેનો ઉપર એસિડ એટેક કરવામાં આવ્યો છે.જેના કારણે ગંભીર રીતે દાઝી જતાં બંનેને હોસ્પિટલમાં સારવાર હેઠળ ખસેડવામાં આવી છે.આ ઘટનામાં જૂનાગઢ પોલીસમાંથી જાણવા મળી રહ્યું છે કે, નાની બહેનના પતિએ એસિડ એટેક કર્યાનો આક્ષેપ લગાવવામાં આવી રહ્યો છે.

આ ઘટના બાદ બંને બહેનોને તાત્કાલિક હોસ્પિટલમાં ખસેડવામાં આવી હતી.આ ઘટના સંદર્ભે જૂનાગઢ પોલીસે ફરિયાદ નોંધી વધુ તપાસ શરૂૂ કરી છે.એસીડ અટેકને કારણે મોઢા અને હાથ તેમજ છાતીના ભાગે ગંભીર રીતે દાઝી ગઈ હતી. આ ઘટનાની જાણ થતા જ વંથલી પોલીસ ઘટના સ્થળે પહોચી હતી.હજુ સુધી મહિલા પર એસિડ એટેક કરવા પાછળનું ચોક્કસ કારણ જાણી શકાયું નથી.હાલ તો પોલીસે આગળની તપાસ હાથ ધરી છે. અગાઉ પણ એસિડ એટેકની ઘટના અનેક વાર સામે આવી હતી.આ ઘટના સંદર્ભે પોલીસે ફરિયાદ નોંધી વધુ તપાસ શરૂૂ કરી છે.

Advertisement
Tags :
Advertisement
Advertisement