For the best experience, open
https://m.gujaratmirror.in
on your mobile browser.
Advertisement

ભુજમાં એક જ પરિવારના 9 લોકો ઉપર એસિડ એટેક

05:48 PM Apr 29, 2024 IST | Bhumika
ભુજમાં એક જ પરિવારના 9 લોકો ઉપર એસિડ એટેક
  • વાહન ધીમું ચલાવવા બાબતે થયેલી બોલાચાલીએ ઉગ્ર સ્વરૂપ ધારણ કર્યું, બે શખ્સોએ લગ્ન પ્રસંગમાં ઘૂસી જઈ બાલદી અને જગથી એસિડ ફેંકતા નાસભાગ

કચ્છના પચરંગી શહેર ભુજમાં આજે એસિડ એટેકની એક ગંભીર ઘટના બનવા પામી છે. એક પરિવારના લગ્ન પ્રસંગમાં ધસી આવી બે શખ્સોએ બાલદી અને જગમાંથી આડેધડ એસિડનો છંટકાવ કરતાં એક જ પરિવારના 9 લોકો એસિડથી દાઝી જતાં સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવેલ છે. લગ્ન પ્રસંગના ઉત્સાહ વચ્ચે અચાનક જ એસિડ એટેક થતાં પ્રસંગમાં ભારે નાસભાગ સાથે દેકારો મચી જવા પામ્યો હતો.

Advertisement

આ ઘટનાની જાણવા મળતી વિગતો મુજબ ભુજના સરપટ ગેટ વિસ્તારમાં રહેતા અબ્દુલ ભાટીના ઘરમાં લગ્ન પ્રસંગ હોય, પરિવારજનો મહેમાનો સાથે આનંદ કિલ્લોલ કરી રહ્યાં હતા તેવામાં ભુજના અજીજ ખત્રી સહિત બે શખ્સો હાથમાં બાલદી અને જગ સાથે ધસી આવ્યા હતા અને લોકો કાંઈ સમજે તે પહેલા આડેધડ એસિડનો છંટકાવ કરવા લાગતા લગ્ન પ્રસંગમાં ભારે ચીસાચીસ અને નાસભાગ મચી જવા પામી હતી. ઘટનાની જાણ થતાં 108 એમ્બ્યુલન્સ તથા પોલીસ કાફલો પણ સ્થળ પર દોડી ગયો હતો જોકે, બન્ને આરોપીઓ ઘટના સ્થળેથી નાસી છૂટયા હતાં. આ ઘટનામાં અબ્દુલ ભાટીના પરિવારના 9 જેટલા સભ્યો એસિડ એટેકના કારણે દાઝી જતાં સારવાર માટે હોસ્પિટલમાં ખસેડાયા છે. જો કે, કોઈની હાલત ગંભીર ગણાવાતી નથી. પોલીસની પ્રાથમિક તપાસમાં ખુલ્યા મુજબ સરપટ ગેટ પાસે આજે સવારે અજીજ ખત્રી અને અબ્દુલ ભાટી વચ્ચે વાહન ચલાવવા બાબતે ઉગ્ર બોલાચાલી થઈ હતી પરંતુ ત્યારે મામલો શાંત પડી ગયા બાદ આરોપીઓએ અચાનક જ એસિડ એટેક કરી દીધો હતો.

Advertisement
Advertisement
Tags :
Advertisement
Advertisement