For the best experience, open
https://m.gujaratmirror.in
on your mobile browser.
Advertisement

ભાવનગરમાં મહિલાની હત્યાના આરોપીને 10 વર્ષની સખ્ત કેદની સજા

12:32 PM Dec 21, 2023 IST | Sejal barot
ભાવનગરમાં મહિલાની હત્યાના આરોપીને 10 વર્ષની સખ્ત કેદની સજા

પોણા બે વર્ષ પુર્વે ભાવનગર શહેરના કુંભારવાડા મોતી તળાવ વિસ્તારમાં મકાનના ઝઘડા બાબતે થયેલી મારામારી માં જમાઈને બચાવવા વચ્ચે પડેલ સાસુ ની હત્યાના બનાવમાં સંડોવાયેલા મુખ્ય આરોપી આરોપીને ભાવનગરની કોર્ટે 10 વર્ષની કેદની સજા અને રોકડ દંડ ફટકાર્યો હતો.
આ બનાવની પ્રાપ્ત વિગતો મુજબ આ કામના ફરીયાદી જરીનાબેન ઇસુબભાઈ જુણેજા ઉ.વ.45, રહે. ગાયત્રીનગર લાતી પાછળ અળવ રોડ ખોડીયાર મંદીર પાસે બોટાદ તેના જમાઈ સાહેદ નૌશાદભાઈ ના ઘરે ગયેલ હતા.
ત્યાં તેને નાનાએ રૂૂમ નૌશાદના મમ્મી હસીનાબેનને આપેલ જે આ કામના આરોપી સોહિલ ઉર્ફે સાવો અતુલભાઈ રાવમા ઉ.વ. 26 રહે. કુંભારવાડા મોતી તળાવ કાદરી મસ્જીદ પાસે શેરી નં. 3 ભાવનગર વાળાના દાદા થતા હોય આરોપી સોહિલે આવીને કહેલ કે આ મારા દાદાની રૂૂમ છે તુ ખાલી કરી દે તેમ કહી રૂૂમ માંથી સોહીલ તથા અન્ય બે સગીરોએ સામાન બહાર ફગાવી દઈ તેમજ ગાળો આપી સોહીલે મરણજનારના જમાઈ સાહેદ નૌશાદને મુંઢમાર મારી ઇજા કરી સાહેદને છરો લઇ આવી મારવા જતા ફરીયાદી જરીનાબેન ઇસુબભાઈ જુણેજા વચ્ચે પડતા ફરીયાદીને ડાબી આંખની ઉપર કપાળના ભાગે છરો મારી દઈ ગંભીર ઇજા કરી સહ કાયદાના સંઘર્ષમાં આવેલ બાળકિશોર નાઓએ ગાળો આપી એકબીજાએ મદદગારી કરી ઇજા પામનાર/ફરીયાદી જરીનાબેન ઇસુબભાઈ જુણેજા નું સારવાર દરમ્યાન તા. 1/3/2022 ના રોજ મોત નીપજતા આ મારામારીનો બનાવ હત્યામાં પરીણામ્યો હતો.
આ બનાવ અંગે જરીનાબેન ઇસુબભાઈ જુણેજા દ્વારા ભાવનગર શહેરના બોરતળાવ પો.સ્ટે. માં ફરીયાદ નોંધાવતા પોલીસે મુખ્ય આરોપી સોહિલ ઉર્ફે સાવો અતુલભાઈ રાવમા તેમજ અન્ય બે સહ કાયદાના સંઘર્ષમાં આવેલ બાળકિશોર સામે ઈ.પી.કો કલમ 302, 324, 323, 504, 114, જી.પી.એક્ટ 135 મુજબનો ગુનો નોંધાયો હતો. આ અંગેનો કેસ ભાવનગરના પ્રિન્સીપલ ડીસ્ટ્રીક્ટ એન્ડ સેસન્સ જજ એલ.એસ.પીરઝાદા ની અદાલતમાં ચાલી જતા અદાલતે જીલ્લા સરકારી વકીલ મનોજ જોષીની અસરકારક દલીલો આધાર, પુરાવા, સાક્ષીઓ વિગેરે ધ્યાને રાખી મુખ્ય આરોપી સામે ક્રી.પ્રો.કોડની કલમ 235(2) અન્વયે સોહિલ ઉર્ફે સાવો અતુલભાઈ રાવમા ને ભારતીય દંડ સંહિતા કલમ 304(1) મુજબ શિક્ષાપાત્ર ગુનામાં 10 વર્ષની સખ્ત કેદની સજા અને રૂૂા. 20,000 નો દંડ અને દંડ ન ભરે તો વધુ એક વર્ષની સાદી કેદ તથા 323 મુજબના શીક્ષાપાત્ર ગુનામાં 3 માસની કેદ અને રૂૂા. 500 નો દંડ અને દંડ ન ભરે તો બે દીવસ ની સાદી કેદ તથા 135 મુજબના શીક્ષાપાત્ર ગુનામાં 3 માસની કેદ અને રૂૂા. 100 નો દંડ અને દંડ ન ભરે તો એક દીવસની સાદી કેદની સજા અદાલતે ફટકારી હતી.

Advertisement

Advertisement
Tags :
Advertisement
Advertisement