For the best experience, open
https://m.gujaratmirror.in
on your mobile browser.
Advertisement

પાકિસ્તાનમાં કુરાન સળગાવવાના આરોપીને પોલીસ સ્ટેશનની બહાર કાઢી જીવતો સળગાવ્યો

04:47 PM Jun 21, 2024 IST | admin
પાકિસ્તાનમાં કુરાન સળગાવવાના આરોપીને પોલીસ સ્ટેશનની બહાર કાઢી જીવતો સળગાવ્યો

પાકિસ્તાનના ખૈબર પખ્તુનખ્વામાંથી માનવતાને શરમાવે એવો એક કિસ્સો પ્રકાશમાં આવ્યો છે. જ્યાં ટોળાએ કુરાનનું અપમાન કરવાના આરોપમાં એક વ્યક્તિને માર મારીને તેની લાશને આગ ચાંપી દીધી હતી. મદયાનમાં લગભગ 20 લોકોએ કુરાનનું અપમાન કરવાના આરોપમાં એક વ્યક્તિને પકડ્યો હતો. જે બાદ પોલીસે દરમિયાનગીરી કરીને તે વ્યક્તિને લોકો પાસેથી છોડાવીને કસ્ટડીમાં લીધો હતો.
ગુસ્સે ભરાયેલા લોકોએ મસ્જિદમાંથી જાહેરાત કરી અને ભીડ એકઠી કરી હતી. થોડી જ વારમાં ટોળાએ પોલીસ સ્ટેશનને ઘેરી લીધું અને પોલીસ સ્ટેશન પર હુમલો કર્યો હતો. તે વ્યક્તિને પોલીસ કસ્ટડીમાંથી બહાર કાઢ્યો અને તેને માર માર્યો.લોકોને એકત્ર કરવા માટે મસ્જિદના માઇક્રોફોનનો ઉપયોગ કર્યો. કુરાનનું અપમાન થયું હોવાના સમાચાર લોકોમાં ફેલાતા જ તેઓ પોલીસ સ્ટેશન પહોંચ્યા અને પોલીસ પાસેથી તે વ્યક્તિ છીનવી લીધો.
મૃતક સિયાલકોટનો રહેવાસી હતો અને તે વ્યક્તિ પર કથિત રીતે મદયાન તહસીલમાં પવિત્ર કુરાનના કેટલાક પાના સળગાવવાનો આરોપ હતો, ત્યારબાદ કેટલાક લોકોએ તેને તેની સુરક્ષા માટે કસ્ટડીમાં લીધો હતો. પરંતુ થોડા સમય બાદ ટોળાએ પોલીસ સ્ટેશનને ઘેરી લીધું હતું અને પોલીસે ભીડને કાબૂમાં લેવા હવામાં ફાયરિંગ પણ કર્યું હતું પરંતુ પોલીસ આટલી મોટી ભીડને કાબૂમાં લેવામાં નિષ્ફળ રહી હતી. ટોળાએ પોલીસ સ્ટેશન પર પથ્થરમારો કર્યો હતો. તેને આગ લગાડી અને તે વ્યક્તિને માર માર્યો અને તેને બહાર લઈ ગયા. વ્યક્તિના મોત બાદ ટોળાએ તેના મૃતદેહને પણ આગ ચાંપી દીધી હતી.ટોળાએ માણસને લાકડીઓ વડે માર માર્યો હતો અને જ્યાં સુધીમાં તે મરી ગયો હતો. તેના મૃત્યુ પછી પણ ટોળું અટક્યું ન હતું અને તેઓએ તે વ્યક્તિના શરીરને આગ ચાંપી દીધી હતી. આ ઘટનાનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે પોલીસકર્મીઓએ પણ પોતાનો જીવ બચાવવા ભાગવું પડ્યું હતું.
અને ટોળાએ પોલીસ સ્ટેશનને પણ આગ લગાવી દીધી હતી.

Advertisement

Advertisement
Tags :
Advertisement
Advertisement