For the best experience, open
https://m.gujaratmirror.in
on your mobile browser.
Advertisement

વાંકાનેર તાલુકાના લૂંટકેસમાં 26 વર્ષથી નાસતા ફરતા આરોપીને જામનગરમાંથી ઝડપી લેવાયો

11:59 AM Jun 06, 2024 IST | admin
વાંકાનેર તાલુકાના લૂંટકેસમાં 26 વર્ષથી નાસતા ફરતા આરોપીને જામનગરમાંથી ઝડપી લેવાયો

વાંકાનેર તાલુકા પોલીસમાં નોંધાયેલ લુંટના ગુન્હામાં તથા દેવભૂમિ દ્રારકા જિલ્લાના ભાણવડ પોલીસમાં નોંધાયેલ લુંટ / ધાડના ગુન્હામાં ઇનામી જાહેર થયેલ આરોપી છેલ્લા 26 વર્ષથી નાસતો ફરતો હોય, જેને મોરબી પેરોલ ફર્લો સ્કવોડની ટીમે ચોક્કસ ખાનગી બાતમીને આધારે જામનગર ખાતેથી ઝડપી પાડી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે..

Advertisement

બનાવની પ્રાપ્ત વિગતો મુજબ મોરબી પેરોલ ફર્લો સ્ક્વોડની ટીમ મોરબી જિલ્લાના નાસતા ફરતા આરોપીઓને શોધી કાઢવા પ્રયત્નશીલ હોય દરમ્યાન સ્ટાફને મળેલ ચોક્કસ ખાનગી બાતમીને આધારે પોલીસે વાંકાનેર તાલુકા પોલીસ મથકમાં નોંધાયેલ લુંટના ગુનામાં નાસતો ફરતો આરોપી કલસીંગ ઉર્ફે કાળુ ઉર્ફે કાળીયો ફકરૂૂભાઈ વાખલા (ઉ.વ. 65, રહે. માલ ફળીયા, માંડલી બડી તા.જી.જાંબુઆ, મધ્યપ્રદેશ)ને જામનગર જિલ્લાના કનસુમરા ગામની સીમ રેલ્વે ફાટક પાસે આવેલ ગોકુલધામ સોસાયટી સામે ઝુંપડામાંથી ઝડપી પાડી આરોપીને વાંકાનેર તાલુકા પોલીસ હવાલે સોંપી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી હતી….
આ સાથે જ ઝડપાયેલ આરોપી સામે દેવભુમિ દ્વારકા જિલ્લાના ભાણવડ પોલીસ મથકમાં પણ આઇ.પી.સી. કલમ 395, 397 મુજબ ગુનો નોંધાયો હોય, જેમાં પણ તે નાસતો ફરતો હોવાથી આગળની ઘટીત કાર્યવાહી અર્થે ભાણવડ પોલીસ સ્ટેશનને જાણ કરી હતી…

Advertisement
Advertisement
Tags :
Advertisement
Advertisement