For the best experience, open
https://m.gujaratmirror.in
on your mobile browser.
Advertisement

સમૃદ્ધિ એક્સપ્રેસ વે પર અકસ્માત, 7નાં મોત

11:46 AM Jun 29, 2024 IST | admin
સમૃદ્ધિ એક્સપ્રેસ વે પર અકસ્માત  7નાં મોત

સમૃદ્ધિ એક્સપ્રેસ વે પર એક દર્દનાક અકસ્માતની ઘટના સામે આવી છે. મુંબઈથી લગભગ 400 કિમી દૂર જાલના જિલ્લામાં સમૃદ્ધિ એક્સપ્રેસ વે પર કડવાંચી ગામ નજીક ગઈકાલે રાત્રે મુંબઈ-નાગપુર એક્સપ્રેસ વે અથવા સમૃદ્ધિ એક્સપ્રેસ વે પર બે કાર વચ્ચે જોરદાર ટક્કર થઈ હતી. આ દુર્ઘટનામાં પ્રાથમિક વિગતો મુજબ 7 લોકોના મોત થયા છે અને પાંચ ઘાયલ થયા છે.

Advertisement

આ અકસ્માત રાત્રે લગભગ 11 વાગે થયો જ્યારે એક સ્વિફ્ટ ડિઝાયર કાર ઈંધણ ભર્યા બાદ ખોટી દિશામાંથી હાઈવે પર ઘૂસી ગઈ અને નાગપુરથી મુંબઈ જઈ રહેલી અર્ટિગા સાથે અથડાઈ હતી. આ તરફ ટક્કર એટલી જોરદાર હતી કે એર્ટીગા કાર હવામાં ઉછળીને હાઇવે પરના બેરિકેડ પર પડી હતી જ્યારે મુસાફરો કારમાંથી કૂદીને રોડ પર પડી ગયા હતા. બીજી કાર કચરાના ઢગલાની જેમ બીજી તરફ પડી હતી.અકસ્માત બાદ પોલીસ ઘટનાસ્થળે પહોંચી હતી અને 7 લોકોના મૃતદેહ હાઈવે પર લોહીથી લથપથ જોવા મળ્યા હતા.

Advertisement
Advertisement
Tags :
Advertisement
Advertisement