For the best experience, open
https://m.gujaratmirror.in
on your mobile browser.
Advertisement

ગોંડલના ઘોઘાવદર પાસે બે કાર વચ્ચે અકસ્માત: બેનાં મોત

12:39 PM Jun 20, 2024 IST | Bhumika
ગોંડલના ઘોઘાવદર પાસે બે કાર વચ્ચે અકસ્માત  બેનાં મોત
Advertisement

ઓવરટેક કરવાની લહાયમાં સર્જાયો અકસ્માત, પાંચ લોકો ઇજાગ્રસ્ત, અકસ્માત બાદ બંન્ને કાર પલટી મારી ગઇ

ગોંડલ જસદણ હાઇવે પર અનેક નાના મોટા અકસ્માતો સર્જાય છે ત્યારે ફરી આજે ઘોઘાવદર ગામ નજીક બે કાર વચ્ચે અકસ્માત સર્જાયો હતો જેમાં એક મહિલા સહિત 2 ના મોત નિપજ્યા છે.જ્યારે 5 લોકો ઇજાગ્રસ્ત થયા છે ઇજાગ્રસ્ત ને સારવાર અર્થે 108 એમ્બ્યુલન્સ અને નગરપાલિકા ની એમ્બ્યુલન્સ મારફતે ગોંડલ સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે જ્યારે મૃતકના મૃતદેહ ને પી.એમ અર્થે ગોંડલ સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા સમગ્ર બનાવ ને લઈને 4 જેટલી એમ્બ્યુલન્સ ઘટના સ્થળે પોહચી હતી. શિવમ સાર્વજનિક ટ્રસ્ટ ના દિનેશભાઇ માધડ સહિત ના સામાજિક કાર્યકરો હોસ્પિટલે દોડી આવ્યા હતા.

Advertisement

બનાવની વધુ વિગતો મુજબ, ગોંડલ તાલુકાના ઘોઘાવદર ગામ નજીક ઇનોવા કાર અને ટ્રાઇબર કાર વચ્ચે અકસ્માત સર્જાયો હતો જેમાં ઇનોવા કાર જસદણ થી કોડીનાર જતી જેમાં ઇનોવા કાર ચાલક ટ્રકની ઓવરટેક કરવા જતાં ગોંડલ તરફથી સામે આવતી ટ્રીબર કાર સામે અથડાઇ હતી જેમાં બંને કાર પલ્ટી મારી જવા પામી હતી ઇનોવા કારમાં પાંચ લોકો સવાર હતા જેમાં GJ03HA 1117 નંબરની ઇનોવા કાર ચાલક આરીફ હબીબ પરમારનું સારવાર દરમિયાન મોત નીપજ્યું હતું અને ઇનોવા કાર માં સવાર રેહાનાબેન અસરફભાઈ ખીમાણી નામની મહિલાનું ઘટના સ્થળે મોત નીપજ્યું હતું ઇનોવા કારમાં અન્ય ત્રણ લોકો નસરીનબેન અસ્લમભાઇ પરિયાણી ઉ.વ.50, હાજી હુસેનભાઈ ખીમાણી ઉ.વ.70, અને સેજાનભાઈ ખીમાણી જ્યારે ગોંડલ તરફથી આવતી GJ03ML 8781 નંબર ટ્રીબર કારમાં સવાર પરેશ જેન્તી ડાંગર ઉ.વ. 25 અને તેજસ રવજીભાઈ પાનસુરીયા ઉ.વ.25 ને ઇજા થતા ગોંડલ સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા અને વધુ સારવાર અર્થે ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા.

ઘોઘાવદર નજીક બે કાર વચ્ચે થયેલ ગોઝારા અકસ્માત વહેલી સવારે થયો 108 એમ્બ્યુલન્સ ના પાયલોટ પ્રતાપભાઈ અને ઊખઝ કાનજીભાઈને સવારે સવા છ આસપાસ અકસ્માત નો કોલ આવ્યો હતો જેમાં બે 108 એમ્બ્યુલન્સ, 2 નગરપાલિકા ની એમ્બ્યુલન્સ ઘટના સ્થળે પોહચી હતી. જ્યારે શિવમ સાર્વજનિક ટ્રસ્ટ ના દિનેશભાઇ માધડ, નગરપાલિકા ફાયર સ્ટાફ, સામાજિક કાર્યકરો સહિત ના સિવિલ હોસ્પિટલમાં પોહચ્યા હતા અકસ્માતના સમગ્ર બનાવને લઈને ગોંડલ તાલુકા પોલીસ ઘટના સ્થળે પોહચી હતી.

Advertisement
Tags :
Advertisement
Advertisement