For the best experience, open
https://m.gujaratmirror.in
on your mobile browser.
Advertisement

કેનેડામાં ચોરને લીધે અનેક વાહનો વચ્ચે થયો અકસ્માત, 3 ભારતીય સહિત 4નાં મોત

10:25 AM May 04, 2024 IST | Bhumika
કેનેડામાં ચોરને લીધે અનેક વાહનો વચ્ચે થયો અકસ્માત  3 ભારતીય સહિત 4નાં મોત

કેનેડામાં એક વિચિત્ર અકસ્માતની ઘટના સામે આવી છે. કેનેડામાં ઓંટારિયો પોલીસની એક કાર દારૂની એક દુકાનમાંથી ચોરી કરનાર ચોરને પકડવા માટે રોંગ સાઇડ ૫૨ આવી જતાં અનેક કારો ટકરાઈ હતી જેમાં કેનેડા ફરવા ગયેલા ભારતીય દંપતિ અને તેમના ત્રણ મહિનાના પૌત્ર સહિત ચાર લોકોનાં મોત થયા હતાંટોરેન્ટોથી 50 કિમી પૂર્વમાં વ્હાઇટબાયમાં હાઇવે નં. 401 પર થયેલા અકસ્માતમાં અનેક વાહનો ક્ષતિગ્રસ્ત થવાની સાથે ચાર લોકોનાં ઘટનાસ્થળે જ મોત થયા હતાં તેમ પોલીસે એક નિવેદનમાં જણાવ્યું છે.

Advertisement

પોલીસે જણાવ્યું હતું કે ટોરોન્ટોથી લગભગ 50 કિલોમીટર પૂર્વમાં વ્હીટબીમાં NH-401 પર સર્જાયેલા અકસ્માતમાં ચારેય લોકોના ઘટનાસ્થળે જ મોત થયા હતા.

ઑન્ટારિયોના સ્પેશિયલ ઇન્વેસ્ટિગેશન યુનિટ (SIU)એ ગુરુવારે એક નિવેદનમાં જણાવ્યું હતું કે પીડિતોમાંથી બે, એક 60 વર્ષીય પુરુષ અને એક 55 વર્ષીય મહિલા, ભારતથી આવ્યા હતા. SIUએ પીડિતોના નામ જાહેર કર્યા નથી. નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે દંપતીના ત્રણ મહિનાના પૌત્રનું પણ અકસ્માતમાં મૃત્યુ થયું હતું. અકસ્માતને કારણે હાઇવે 401 સોમવારે કેટલાક કલાકો સુધી બંધ રહ્યો હતો. આ અકસ્માતમાં લૂંટના આરોપીનું પણ મોત થયું હતું. એજન્સીએ જણાવ્યું કે જીવ ગુમાવનાર બાળકના 33 વર્ષીય પિતા અને 27 વર્ષીય માતા એક જ વાહનમાં હતા. બંનેને ઈજાગ્રસ્ત હાલતમાં હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા છે.

Advertisement

Advertisement
Tags :
Advertisement
Advertisement