સૌરાષ્ટ્ર | સુરેન્દ્રનગરમોરબીપોરબંદરજુનાગઢકચ્છઅમરેલીભાવનગર
ક્રાઇમગુજરાતરાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયવ્યવસાયવિશેષ અંકઈ પેપર
Advertisement

મૂળી નજીક ઇકો અને બોલેરો વચ્ચે અકસ્માત: યુવાનનું મોત

11:59 AM Jun 21, 2024 IST | Bhumika
Advertisement
Advertisement

સુરેન્દ્રનગર જિલ્લાના મુળી ગઢાદ રોડ ઉપર ઈકો ગાડી અને બોલેરો વચ્ચે ગોઝારો અકસ્માત સર્જાયો હતો. અને આ અકસ્માતની ઘટનામાં એક વ્યક્તિનું ઘટનાસ્થળે જ કમકમાટીભર્યું મોત નિપજ્યું હતું. જ્યારે આ અકસ્માતની ઘટનામાં ત્રણ વ્યક્તિઓ ઇજાગ્રસ્ત હાલતમાં સારવાર અર્થે 108 એમ્બ્યુલન્સ દ્વારા હોસ્પિટલ ખસેડાયા હતા.
આ અકસ્માતની ઘટનાની જાણ થતાં પોલીસે પણ તાકીદે ઘટના સ્થળે દોડી મૃતક યુવાનની લાશને પોસ્ટ મોર્ટમ અર્થે સરકારી હોસ્પિટલ ખાતે મોકલી આપી અકસ્માતે મોત અંગેનો ગુન્હો દાખલ કરી તપાસનો ધમધમાટ શરૂૂ કર્યો છે.

સુરેન્દ્રનગર જિલ્લાના મુળીના ગઢાદ નજીક આ અકસ્માત સર્જાયો હતો. જેમાં એક વ્યક્તિનું ઘટનાસ્થળે મોત નિપજ્યું હતું.જ્યારે હાઈવે પર અકસ્માતની ઘટનાના પગલે થોડીવાર માટે ટ્રાફિક જામના દ્રશ્યો સર્જાયા હતા. અને લોકોના ટોળેટોળા બનાવના સ્થળે દોડી ગયા હતા. જ્યારે આ ઘટનાની જાણ થતાં પોલીસે તાકીદે ઘટનાસ્થળે પહોંચીને મૃતક યુવાનની લાશને પોસ્ટ મોર્ટમ અર્થે સરકારી હોસ્પિટલ ખાતે મોકલી આપી અકસ્માતે મોત અંગેનો ગુન્હો દાખલ કરી તપાસનો ધમધમાટ શરૂૂ કર્યો છે. આ કેસની વધુ તપાસ મુળી પોલીસ ચલાવી રહી છે.

Tags :
accidentcar accidentdeathgujaratgujarat newsSURENDRA NAGAR
Advertisement
Next Article
Advertisement