For the best experience, open
https://m.gujaratmirror.in
on your mobile browser.
Advertisement

PHDની પ્રવેશ પ્રક્રિયા રદ કરો, પદવીદાનની તારીખ જાહેર કરો, કોંગ્રેસની આક્રમક રજુઆત

04:39 PM Jan 01, 2024 IST | Sejal barot
phdની પ્રવેશ પ્રક્રિયા રદ કરો  પદવીદાનની તારીખ જાહેર કરો  કોંગ્રેસની આક્રમક રજુઆત

સૌરાષ્ટ્ર યુનિવર્સિટીની પીએચ.ડી.ની પ્રક્રિયામાં અનામત કેટેગરીના વિદ્યાર્થીઓને અન્યાય થયાની અને સમગ્ર પ્રક્રિયા નિયમ વિરૂધ્ધ થયાની રજુઆત ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના ઝોનલ પ્રવકતા રોહિતસિંહ રાજપુત દ્વારા કુલપતિ તથા રજિસ્ટારને કરી પ્રવેશ પ્રક્રિયા રદ કરવા તથા પદવીદાન સમારોહની તારીખ સત્વરે જાહેર કરવા માંગણી કરવામાં આવી છે. આવેદનપત્રમાં જણાવાયુ છે કે યુનિવસિર્ટીના 03-08-2022 ના પીજી વિભાગના પરીપત્ર અનુસાર ફિઝીકલ હેન્ડીકેપ વિધાર્થીઓ માટે 5 % સિટો ફરજિયાત પી.એચ.ડી પ્રવેશ પ્રક્રિયામાં અનામત રાખવી જે આ વખતની ભંગ કરવામાં આવ્યો છે. શિક્ષણ વિભાગે પી.એચ.ડી.માં પ્રવેશ માટે 24-10-2016 ના અનામત અંગે ગાઇડલાઇન આપી હતી. જેમા મુદા નંબર-7 માં સ્પષ્ટ જણાવ્યું હતું કે એસસી/એસટીના વિધાર્થીઓ ઉપલબ્ધ ન થાય તો રાષ્ટ્રીય કક્ષાના વર્તમાનપત્રોમાં બહોળી પ્રસિધ્ધી કરી એસસી/એસટીના વિધાર્થીઓ માટે અલગથી પ્રવેશ કાર્યવાહી કરવાની રહેશે. આ નિયમનો સરકારથી ઉપરવટ જઇને યુનિવર્સિટીના સતાધીશોએ અન્યાય કર્યાનું જણાવ્યું છે.
અત્યાર સુધી દરેક ડિપાર્ટમેન્ટ યુનિવસિર્ટીની સ્થાપનાથી પોતાની રીતે રોસ્ટર રજીસ્ટ્રર મારફત અનામત સિટોની વહેચણી કરતું હતું. પરંતુ પહેલીવાર કુલપતીએ પોતાના લાગતા વળગતા ને ઘુસાડવા માટે સેન્ટ્રલી અનામત જાહેર કર્યું. જેના લીધે આ પોરસપ્રશ્ન ઉભો થયો છે! ઉપરાંત ડીઆરસી કમિટિમાં હેડ, હેડ દ્વારા જ બોલાવેલા એક્સપર્ટ દ્વારા પોતાના માનીતાઓને પી.એચ.ડી માં પ્રવેશ અપાવેલ છે. ડીઆરસી કમિટિમાં આર્ટસ, સાયન્સ જૈવી ફેકલ્ટીમાં ડીન હાજર ન રહે અને આ કોભાંડ આચરી શકાય તે માટે ડીનની ગેરહાજરીમાં આ પ્રક્રિયા કરવામાં આવી હોવાનું પણ રજુઆતમાં જણાવાયું છે.
પુરાવા આપવા છતા કૌભાડની તપાસ કરવાની જગ્યાએ કુલપતી છેલ્લા સાત દિવસથી ઓફિસમાં પગ મુકતા નથી. અને ઘરે થી બધી ફાઈલોનો વહીવટ ચલાવી રહ્યા છે નો પણ આક્ષેપ કરવામાં આવ્યો છે.

Advertisement

Advertisement
Tags :
Advertisement
Advertisement