For the best experience, open
https://m.gujaratmirror.in
on your mobile browser.
Advertisement

મહિલા ઉપર આપ નેતાનું દુષ્કર્મ, ફરિયાદ નોંધાતા ઝેર પીધું

11:57 AM Jun 21, 2024 IST | Bhumika
મહિલા ઉપર આપ નેતાનું દુષ્કર્મ  ફરિયાદ નોંધાતા ઝેર પીધું
Advertisement

બોટાદમાં એક માતાને બાળકો માટે મદદ માગવી ભારે પડી હતી. લિવ ઈનમાં રહેતી માતા પર આપના પૂર્વ નેતાએ દુષ્કર્મ ગુજાર્યું અને ધરપકડથી બચવા ઝેર પી લીધું હતું, જ્યારે કોંગી નેતાએ મહિલાને મારી નાખવાની ધમકી આપી હતી. હાલ આપના પૂર્વ નેતા સારવાર હેઠળ છે તો કોંગી નેતાની ધરપકડ થઈ ગઈ છે.

રાણપુર પોલીસમાં બોટાદની એક મહિલાએ બે રાજકીય નેતા પૈકી એક સામે દુષ્કર્મ અને અન્ય સામે ધમકી આપ્યાની ફરિયાદ આપતાં સમગ્ર પંથકમાં ચકચાર મચી જવા પામી છે. રાણપુર કાઠીયા ઘાંચી સમાજના પ્રમુખ અને આપના પૂર્વ પ્રમુખ સામે દુષ્કર્મની ફરિયાદ તો બોટાદ જિલ્લા પંચાયતના પૂર્વ મહિલા ઉપપ્રમુખના પતિ અને કોંગ્રેસના પીઢ નેતા વિરુદ્ધ જાનથી મારી નાખવાની ધમકી આપી હોવાની ફરિયાદ નોંધાઈ છે. પોલીસે કોંગ્રેસના નેતાની ધરપકડ કરી છે. તો અન્ય આરોપી એવા આપના પૂર્વ પ્રમુખે ધરપકડ ન થાય તે માટે ઝેરી દવા પી લેતાં પોલીસ જાપ્તામાં હાલ સારવાર હેઠળ છે.

Advertisement

બોટાદ જિલ્લાના રાણપુર પોલીસ સ્ટેશનમાં બોટાદની મહિલા દ્વારા બે નેતાઓ વિરૂૂદ્ધ ફરિયાદ નોંધાવતા રાણપુર પંથકમાં ચકચાર મચી જવા પામી છે. બોટાદ શહેરમાં રહેતી એક પરિણીત મહિલા કે જેને તેના પતિ સાથે ઝઘડો થતાં બોટાદમાં રહેતા શબિર નામના વ્યક્તિ સાથે મૈત્રી કરાર કરીને રહેતી હતી. મહિલાને તેના પ્રથમ પતિથી બે બાળકો છે. જે બાળકો આ મહિલાના પિતા પાસે હતા. તેને પરત લાવવા માટે મહિલાએ રાણપુર કાઠીયા ઘાંચી સમાજના પ્રમુખ અને આમ આદમી પાર્ટીના પૂર્વ પ્રમુખ અનીસ માકડનો સંપર્ક કર્યો હતો.
અનીશ માંકડે મહિલાને તેના બાળકો પરત અપાવવાની લાલચ આપી શરીર સંબંધ બાંધ્યો હતો. ત્યાર બાદ બાળકો પરત નથી આવવાના કહી મહિલાને મારી નાખવાની ધમકી આપી હતી. આ મામલો કોંગ્રેસના પીઢ નેતા મકસુદ પાસે જતાં તેમણે કહ્યું કે પઅનીસ કહે તેમ જ તારે કરવાનું છેથ તેમ કહી તેમણે પણ મહિલાને મારી નાખવાની ધમકી આપી હતી. જેથી ભોગ બનનાર મહિલાએ રાણપુર પોલીસમાં બંને વિરૂૂદ્ધ ફરિયાદ નોંધાવી હતી.

ફરિયાદી મહિલાના 10 વર્ષ પહેલાં લગ્ન થયા હતા. તેણે પતિ સાથે અણબનાવ થતાં છૂટાછેડા લીધા હતા. તેના બે બાળકો તેના માતા-પિતા પાસે હોય બાળકો પરત મેળવવા માટે મહિલાએ અનીશ માકડે પાસે મદદ માગી હતી. જેથી અનીશે બાળકો પરત આપવાની લાલચ આપી દુષ્કર્મ આચર્યું હતું. બીજા આરોપીએ મારી નાખવાની ધમકી આપી હતી. દુષ્કર્મના આરોપીએ ઝેરી દવા પી લેતાં તે હાલ સારવાર હેઠળ છે. જ્યારે અન્ય આરોપી મકસુદ શાહની ધરપકડ કરી લેવમાં આવી છે.

Advertisement
Tags :
Advertisement
Advertisement