For the best experience, open
https://m.gujaratmirror.in
on your mobile browser.
Advertisement

‘સિતારે ઝમીં પર’નું શૂટિંગ આમિર 2 ફેબ્રુઆરીથી શરૂ કરશે

01:41 PM Jan 30, 2024 IST | Bhumika
‘સિતારે ઝમીં પર’નું શૂટિંગ આમિર 2 ફેબ્રુઆરીથી શરૂ કરશે

70થી 80 દિવસનું મેરેથોન શેડ્યૂલ રહેશે

Advertisement

આમિર ખાન તેની આગામી ફિલ્મ સિતારે ઝમીં પરનું શૂટિંગ બીજી ફેબ્રુઆરીથી શરૂૂ કરવાનો છે. આ ફિલ્મ પર તે છેલ્લા ઘણા મહિનાઓથી કામ કરી રહ્યો હતો. આ ફિલ્મ માટે તેણે પોતાનો લુક ફાઇનલ કરી લીધો છે. ફિલ્મના કલાકારો સાથે તેણે રીડિંગ સેશન પણ પૂરું કરી લીધું છે. આ ફિલ્મનું મેરથોન શેડ્યુલ રહેશે. 70થી 80 દિવસો આ ફિલ્મનું શૂટિંગ કરવામાં આવશે.

પ્રી પ્રોડક્શનમાં ઘણો સમય આપ્યા બાદ આમિરની આ ઝડપથી બનનારી ફિલ્મ રહેશે. આ ફિલ્મમાં આમિર સમાજસેવા કરતા બાસ્કેટબોલના કોચ તરીકે દેખાશે. સાથે જ આમિર લાહોર : 1947’ને પણ પ્રોડ્યુસ કરવાનો છે. આ ફિલ્મમાં સની દેઓલ દેખાશે અને રાજકુમાર સંતોષી એને ડિરેક્ટ કરશે.

Advertisement

અગાઉ સની દેઓલ અને રાજકુમાર સંતોષીએ ઘાયલ, દામિની અને ઘાતકમાં સાથે કામ કર્યું હતું. હવે તેઓ ફરી એક વખત સાથે કામ કરવાના છે. આ ફિલ્મનું શૂટિંગ બાર ફેબ્રુઆરીથી શરૂૂ થવાનું છે. મુંબઈમાં એનો સેટ ઊભો કરવાનું કામ શરૂૂ કરવામાં આવ્યું છે. ભાગલા દરમ્યાનનું ભારત દેખાડવા માટે વિવિધ સેટ બનાવવામાં આવશે.

Advertisement
Tags :
Advertisement
Advertisement