For the best experience, open
https://m.gujaratmirror.in
on your mobile browser.
Advertisement

બે દાયકા જૂના મિત્રનું અવસાન થતા આમિર ખાન કચ્છ પહોંચ્યા

12:56 PM Jan 22, 2024 IST | Bhumika
બે દાયકા જૂના મિત્રનું અવસાન થતા આમિર ખાન કચ્છ પહોંચ્યા

મહાવીર ચાડ લગાન ફિલ્મમાં લાઇન પ્રોડયુસર હતા

Advertisement

બોલિવૂડમાં મિસ્ટર પરફેક્શનિસ્ટ તરીકે જાણીતા આમિર ખાન ગુજરાતના કચ્છ આવી પહોંચ્યા છે. અહીં તેઓ તેમના બે દાયકા જુના મિત્રના અવસાન થવાના સમાચાર સાંભળ્યા બાદ આવ્યા છે. કોટાય ગામના આહિર યુવકનું આકસ્મિક મૃત્યુ થતા પરિવારને સાંત્વના આપવા માટે આમિર ખાન કોટાય પહોંચ્યા હતા. તેઓ ચાર્ટર્ડ ફ્લાઇટથી ભુજ આવી પહોંચ્યા હતા.

ફિલ્મની લગાનની શૂટિંગ ગુજરાતના કચ્છ જિલ્લાના ભુજ તાલુકામાં થઇ હતી જ્યા આમિર ખાનના ઘણા મિત્ર બન્યા હતા. જેમાંથી એક કોટાય ગામના મહાવીરભાઈ ચાડ હતા. જેઓ લગાન ફિલ્મમાં લાઈન પ્રોડ્યુસર કામ કરી ચૂકેલા છે. તેમના અવસાનના થયાના સમાચાર સાંભળી આમિર ખાન ચાર્ટર્ડ ફ્લાઈટથી ભુજ આવ્યા હતા. અહીં આવીને આમિરે મહાવીર ચાડના પરિવારને સાંત્વના આપી હતી. આમિર ખાનની ફિલ્મ લગાન જે વર્ષ 2001 માં બની હતી તે ફિલ્મના શૂટિંગ સમયે મહાવીર ચાડ લાઈન પ્રોડ્યુસર તરીકે કામ કરી ચૂકેલા છે. આ દરમિયાન આમિર અને મહાવીર સારા દોસ્ત બની ગયા હતા. હવે 22 વર્ષે મિત્રના અવસાનના સમાચાર સાંભળી આમિર પોતાને ભુજમાં આવવાથી રોકી ન શક્યો.

Advertisement

Advertisement
Tags :
Advertisement
Advertisement