For the best experience, open
https://m.gujaratmirror.in
on your mobile browser.
Advertisement

મોરબીમાં પેવર બ્લોકનો કોન્ટ્રાકટ રાખવા બાબતે યુવાનને મારમાર્યો

12:19 PM Dec 01, 2023 IST | Sejal barot
મોરબીમાં પેવર બ્લોકનો કોન્ટ્રાકટ રાખવા બાબતે યુવાનને મારમાર્યો

મોરબીમાં પેવર બ્લોકના કોન્ટ્રાક્ટ રાખવા બાબતે ભેગા થતા સામાન્ય બોલચાલી ઝઘડો થયેલ હોય તેનો ખાર રાખી યુવકને ચાર શખ્સોએ લાકડી વડે માર મારી જાનથી મારી નાંખવાની ધમકી આપી હતી. આ બનાવ અંગે મોરબી તાલુકા પોલીસ મથકમાં ફરીયાદ નોંધાઈ છે. મળતી માહિતી મુજબ મૂળ મોરબી તાલુકાના ગાળા ગામના વતની અને હાલ મોરબીના સામા કાંઠે ઈંન્દીરાનગર માળિયા ફાટક પાસે રહેતા ભરતભાઇ ચકુભાઈ જીતીયા (ઉ.વ.37) એ આરોપી દિપક પારધી રહે. મોરબી તથા અજાણ્યા ત્રણ ઈસમો વિરૂૂદ્ધ મોરબી તાલુકા પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાવી છે કે ગત તા. 29-11-2023 ના રાત્રીના આશરે આઠ સાડા આઠ વાગ્યાના અરસામાં ભડીયાદ ગામથી જોધપર નદી રોડે બેઠા નાલા પાસે ફરીયાદી સાથે આરોપી દિપકભાઈએ ટેલીફોનીક વાતચીત કરી પેવર બ્લોકના કોન્ટ્રાક્ટ રાખવા બાબતે ભેગા થતા સામાન્ય બોલાચાલી ઝઘડો થયેલ તેનો ખાર રાખી આરોપી દીપકએ અન્ય ત્રણ આરોપીઓને બોલાવી છરી તથા લાકડી જેવા હથીયાર સાથે રાખી ફરીયાદી સાથે ઝઘડો કરી બે-ફામ ગાળો આપી જાનથી મારી નાખવાની ધમકી આપી આરોપીઓએ લાકડી વતી ફરીયાદીને શરીરે મુંઢ માર મારી આરોપી દીપકએ ફરીયાદીને માથાના ભાગે લાકડી મારી દેતા લોહી નીકળતા મુંઢ ઇજાઓ પહોચાડી હતી જેથી આ બનાવ અંગે ભોગ બનનાર ભરતભાઈએ આરોપીઓ વિરુદ્ધ મોરબી તાલુકા પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાવતા પોલીસે ફરીયાદના આધારે આરોપી વિરુદ્ધ આઇપીસી કલમ -323,324,504,506(2), 114 તથા જી.પી.એકટ કલમ -135 મુજબ ગુનો નોંધી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.

Advertisement

Advertisement
Tags :
Advertisement
Advertisement