For the best experience, open
https://m.gujaratmirror.in
on your mobile browser.
Advertisement

અરણેજ પાસે કાર અકસ્માતમાં ઘવાયેલા ઊંટવડ ગામના યુવકનું મોત

12:28 PM Jul 03, 2024 IST | Bhumika
અરણેજ પાસે કાર અકસ્માતમાં ઘવાયેલા ઊંટવડ ગામના યુવકનું મોત
oplus_0
Advertisement

બાબરા તાલુકાના ઉટવડ ગામે રહેતો યુવાન સુરતમાં જાહેર ખબરના બોર્ડ લગાડી કારમાં પરત ફરી રહ્યો હતો ત્યારે અરણેજ પાસે કાર પૂલ સાથે અથડાતા અકસ્માત સર્જાયો હતો. ગંભીર રીતે ઘવાયેલા યુવાને સારવારમાં દમ તોડતા પરિવારમાં શોકની લાગણી પ્રસરી છે.

આ બનાવ અંગે પોલીસમાંથી જાણવા મળતી વિગત મુજબ બાબરા તાલુકાના ઉટવડ ગામે રહેતા ભાવેશ બટુકભાઈ મોખા નામનો 20 વર્ષનો યુવાન બે દિવસ પૂર્વે વહેલી સવારના પાંચેક વાગ્યાના અરસામાં બોલેરો કારમાં બેસીને જઈ રહ્યો હતો ત્યારે તારાપુર હાઇવે ઉપર અરણેજ પાસે કાર પૂલ સાથે અથડાતા અકસ્માત સર્જાયો હતો. અકસ્માતમાં ગંભીર રીતે ઘવાયેલા ભાવેશ મોખાને તાત્કાલિક સારવાર માટે અમદાવાદ અને ગોંડલ બાદ વધુ સારવાર માટે રાજકોટ સિવિલ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો હતો. જ્યાં હોસ્પિટલના બિછાને દમ તોડી દેતા પરિવારમાં ગમગીની છવાઈ જવા પામી છે.

Advertisement

પ્રાથમિક પૂછપરછમાં મૃતક ભાવેશ મોખા બે ભાઈ એક બહેનમાં મોટો હતો અને જાહેર ખબરના બોર્ડ લગાડવા સુરત ગયો હતો અને ત્યાંથી પરત આવતો હતો ત્યારે જીવલેણ અકસ્માત નડ્યો હોવાનું જાણવા મળ્યું છે.

Advertisement
Tags :
Advertisement
Advertisement