For the best experience, open
https://m.gujaratmirror.in
on your mobile browser.
Advertisement

ધોનીનો ચાહક ભાવનગરનો યુવાન ચાલુ મેચે મેદાનમાં ઘુસી ગયો, પગે પડી ભેટી પડયો

04:48 PM May 11, 2024 IST | Bhumika
ધોનીનો ચાહક ભાવનગરનો યુવાન ચાલુ મેચે મેદાનમાં ઘુસી ગયો  પગે પડી ભેટી પડયો
Advertisement

અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં ફરી એક વખત સુરક્ષાને લઈને સવાલો ઊભા થયા છે. 10 મેના રોજ ફરી એક વખત દર્શક સ્ટેડિયમની અંદરની બાઉન્ડરી કૂદીને મહેન્દ્રસિંહ ધોની પાસે છેક પિચ સુધી પહોંચી ગયો હતો. આઇપીએલની લાઈવ મેચ દરમિયાન સ્ટેડિયમમાં હાજર સુરક્ષાકર્મીની નજર ચૂકવીને યુવક ગ્રાઉન્ડની અંદર પહોંચી ગયો હતો અને ધોનીને પગે પડી ભેટી પડ્યો હતો. આ પ્રકારની ઘટનામાં કોઈ ગંભીર ઘટના બને તો તેની જવાબદારી કોની એવા પ્રશ્નો ઊભા થયા છે. આગાઉ જ્યારે ઓસ્ટ્રેલિયન નાગરિક સ્ટેડિયમમાં પહોંચી ગયો હતો ત્યારે ગંભીર નોંધ લેવાઈ હતી અને આ સંદર્ભે તપાસ પણ થઈ હતી. આ મામલે ક્રાઇમ બ્રાન્ચના ઇકોનોમિક ઓફેન્સ વિંગના ભરતસિંહે ચાંદખેડા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે કે શુક્રવારે તેઓ આઇ.પી.એલ. 20-20 ક્રિકેટ ટુર્નામેન્ટ- 2024ની ગુજરાત ટાઇટન્સ ટજ ચેન્નઈ સુપર કિંગની મેચના બંદોબસ્તમાં અમદાવાદના મોટેરામાં આવેલ નરેન્દ્ર મોદી ક્રિકેટ સ્ટેડિયમમાં હતા.

મેચ દરમિયાન સેક્ધડ ઈનિંગમાં ચેન્નાઇ સુપર કિંગની બેટિંગ દરમિયાન મહેંદ્રસિંહ ધોની ઓન સ્ટ્રાઈક બેટિંગ કરતા હતા. ત્યારે આશરે 11.25 વાગ્યે 19.3 ઓવર દરમિયાન આછા પીળા રંગના ટી-શર્ટ તથા કાળા કલરનું પેન્ટ પહેરેલી એક વ્યક્તિ લોઅર બાઉન્ડરી બ્લોકમાંથી પ્રેક્ષકો વચ્ચેથી નોર્થ બ્લોક બાજુની સાઇડ સ્ક્રીન તરફની જાળી કૂદી સાઇડ સ્ક્રીન તરફ અંદરના ભાગે કૂદકો મારીને એલ.ઇ.ડી વાળી બાઉન્ડરી વોલ કૂદી ગ્રાઉન્ડમાં દોડીને પિચ સુધી પહોંચી ગયો હતો. પોલીસે પીછો કરી તેને પિચ પાસે પહોંચી જઈ પકડી ગ્રાઉન્ડની બહાર લઈ આવ્યા હતા.

Advertisement

તે વ્યક્તિનું નામ પૂછતાં તેણે પોતાનું નામ જયકુમાર ભરતભાઈ જાની (ઉં.વ.21) (રહે. વસંત વિહાર સોસાયટી, ટોપ-3 સર્કલની પાછળ ભાવનગર) હોવાનુ જણાવ્યું હતું. વધુમાં તેણે જણવ્યું હતું કે તે ધોનીનો ચાહક છે. ધોનીને મળવાની ઇચ્છા હતી, જેથી પોતે જાળી કૂદીને ગ્રાઉન્ડમાં દોડી ગયો હતો. તેની પૂછપરછ કરતાં તેણે જણાવ્યું કે પોતે તેના ભાઈ પાર્થ જાની સાથે ભાવનગરથી અમદાવાદ મેચ જોવા આવ્યો છે અને મેચની ટિકિટ તેના ભાઇ પાર્થના મોબાઇલ પરથી ઓનલાઇન બુક કરાવેલી હતી. ધોનીનો ફેન હોવાથી પોતે ક્રિકેટ મેચ જોવા આવ્યો હતો અને ચાલુ મેચ દરમિયાન જાળી કૂદીને ગ્રાઉન્ડમાં દોડી ગયો હતો.

Advertisement
Tags :
Advertisement
Advertisement