For the best experience, open
https://m.gujaratmirror.in
on your mobile browser.
Advertisement

મોરબીના ગોર ખીજડિયામાં કૂવામાં ડૂબી જતાં યુવકનું મોત

12:51 PM Apr 13, 2024 IST | Bhumika
મોરબીના ગોર ખીજડિયામાં કૂવામાં ડૂબી જતાં યુવકનું મોત
  • પાણીની મોટર રિપેર કરવા શ્રમિક કૂવામાં ઉતર્યો હતો

મોરબી જિલ્લાના ગોર ખીજડિયા ગામે પાણીની મોટર રીપેર કરવા કૂવામાં ઉતરેલા શ્રમિકનું ડૂબી જતાં મોત નીપજ્યું છે. ફાયર વિભાગને આ અંગે જાણ કરાતા તેઓએ શ્રમિકનો મૃતદેહ બહાર કાઢ્યો હતો.

Advertisement

પ્રાપ્ત વિગતો અનુસાર,ગઈકાલે બપોરે ફાયરકંટ્રોલ રૂૂમમાં ગોર ખીજડિયા ગામના જાગૃત સરપંચ દ્વારા જાણ કરવામાં આવેલ કે ગોરખીજડિયા ગામની જેપુર મોરાવાડી વિસ્તારના વાડી માલિક રમેશભાઈ વનુંભાઈ ગોરિયા વાડીમાં કામ કરતો શ્રમિક સુબેસિંગ ઉર્ફે મૂકો કેરુંભાઈ દેવકિયા(ઉ.વ.26) મૂળ ગામ અડવાના,મધ્યપ્રદેશવાળો કુવામાં મોટર રિપેર કરવાં જતા પાણીમાં ડૂબી ગયો છે.

ફાયર વિભાગની ટીમે તુરંત ઘટના સ્થળે પહોંચી કૂવામાંથી તેનો મૃતદેહ બે કલાકની ભારે જહેમત બાદ બહાર કાઢ્યો હતો અને પીએમ માટે સિવિલ હોસ્પિટલમાં મોકલવામાં આવ્યો હતો.આ બનાવ અંગે હાલ મોરબી પોલીસે કાગળો કર્યા હતા.

Advertisement

Advertisement
Tags :
Advertisement
Advertisement