For the best experience, open
https://m.gujaratmirror.in
on your mobile browser.
Advertisement

શાપર-વેરાવળની યુવતીને પ્રેમજાળમાં ફસાવી લગ્નની લાલચ આપી અનેક વખત દુષ્કર્મ આચયુર્ં

01:04 PM Jun 19, 2024 IST | Bhumika
શાપર વેરાવળની યુવતીને પ્રેમજાળમાં ફસાવી લગ્નની લાલચ આપી અનેક વખત દુષ્કર્મ આચયુર્ં
Advertisement

યુવતીએ અગાઉ દવા પી આપઘાતનો પ્રયાસ કરતા ઘરમેેળે સમાધાન કરી નોટરી પાસે લખાણ કરાવી લીધુંક: પ્રેમીએ બીજા લગ્ન કરી લેતા બે શખ્સો સામે પોલીસમાં ફરિયાદ

રાજકોટ જિલ્લામાં બળત્કારની ઘટનામાં સતત વધારો થતો રહ્યો છે. ગત સપ્તાહમાં શાપર-વેરાવળ, પડધરી અને ભાયાવદર પંથકમાં ત્રણ દિવસમાં ત્રણ બળત્કારની ઘટના પોલીસ ચોપડે નોંધાયા બાદ આજે શાપર-વેરાવળમાં વધુ એક બળાત્કારની ઘટના પોલીસ ચોપડે નોંધાઈ છે. જેમાં યુવતિને પ્રેમજાળમાં ફસાવી લગ્નની લાલચ આપી અનેક વખત દુષ્કર્મ આચર્યા બાદ પ્રેમીએ બીજા લગ્ન કરી લીધા હોવાનું અને આ ગુનામાં તેના ભાઈએ મદદગારી કરી હોવાનું બહાર આવતા બે શખ્સો સામે પોલીસમાં ફરિયાદ નોંધાવી છે.

Advertisement

આ બનાવ અંગેની જાણવા મળતી વિગત મુજબ શાપર-વેરાવળમાં રહેતી યુવતિએ પોલીસમાં નોંધાવેલી ફરિયાદમાં આરોપી તરીકે લોધીકાના છાપરા ગામે રહેતા હરેશ દેવજીભાઈ સોંદરવા અને તેના ભાઈ અમરશી દેવજીભાઈ સોંદરવાનું નામ આપ્યું છે.

પોલીસ ફરિયાદમાં જણાવ્યા પ્રમાણે સવાવર્ષ પહેલા ફરિયાદીને આરોપી હરેશ સોંદરવા સાથે પરિચય થયા બાદ આરોપીએ ફરિયાદી યુવતિને પ્રેમઝાળમાં ફસાવી લગ્નની લાલચ આપી સવા વર્ષમાં અનેક વખત દુષ્કર્મ આચર્યુ હતું. દુષ્કર્મનો ભોગ બનેલ યુવતિએ અગાઉ દવા પી આપઘાતનો પ્રયાસ કર્યો હતો પરંતુ આરોપીએ લગ્નની ખાતરી આપી ઘરમેળે સમાધાન કરી નોટરી પાસે લખાણ કરાવી લીધું હતું.

નોટરી પાસે કરાવેલા લખાણ મુજબ ફરિયાદી યુવતિ અને આરોપી પતિ-પત્નીની માફક રહેવાલાગ્યા હતાં. બાદમાં આરોપીએ ફરિયાદી યુવતિ સાથે છેતરપીંડી કરી અન્ય સ્થળે લગ્ન કરી લીધા હતાં. જેની જાણ ફરિયાદી યુવતિને થતાં અંતે પોલીસમાં ફરિયાદ નોંધાવી છે. આ ગુનાના કામે આરોપી હરેશ સોંદરવાને તેના ભાઈ અમરશી સોંદરવાએ મદદગારી કરી હોવાનું બહાર આવતા બન્ને શખ્સો સામે પોલીસે ગુનો નોંધી ધરપકડ કરવાની કાર્યવાહી હાથ ધરી છે.

Advertisement
Tags :
Advertisement
Advertisement