સૌરાષ્ટ્ર | સુરેન્દ્રનગરમોરબીપોરબંદરજુનાગઢકચ્છઅમરેલીભાવનગર
ક્રાઇમગુજરાતરાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયવ્યવસાયવિશેષ અંકઈ પેપર
Advertisement

ગોંડલમાં યુવકને બે શખ્સોએ માર મારતા સારવારમાં ખસેડાયો

12:20 PM Jun 22, 2024 IST | Bhumika
Advertisement
Advertisement

ગોંડલમાં યુવકને બે શખ્સોએ માર મારતા સારવારમાં ખસેડાયો

વાંકાનેરમાં દંપતી ઉપર નજીવા પ્રશ્ને ચાર શખ્સોએ ધોકા-પાઇપ વડે હુમલો કર્યો હતો. હુમલામાં ઘવાયેલા દંપતીને સારવાર માટે રાજકોટ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યું હતું.

આ બનાવ અંગે પોલીસમાંથી જાણવા મળતી વિગત મુજબ વાંકાનેરમાં રહેતા નરેશભાઈ પ્રેમજીભાઈ સોલંકી (ઉ.વ.50) અને તેમના પત્ની નયનાબેન નરેશભાઈ સોલંકી (ઉ.વ.39) રાત્રિના દસેક વાગ્યાના અરસામાં રમણભાઈની વાડીએ હતા ત્યારે ઋત્વિક, રોબીન, રમેશ અને કૌશલ સહિત શખ્સોએ ઝઘડો કરી લાકડી અને પાઇપ વડે માર માર્યો હતો. હુમલામાં ગંભીર રીતે ઘવાયેલા દંપતિને તાત્કાલિક સારવાર માટે રાજકોટ સિવિલ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યું હતું.આ ઉપરાંત અન્ય બીજા બનાવમાં ગોંડલમાં સરકારી હોસ્પિટલ પાસે રહેતા કિશન જગદીશભાઈ સોલંકી નામના 20 વર્ષના યુવાન સાથે રાત્રિના દસેક વાગ્યાના અરસામાં પરેશ સોલંકી અને સની દિલીપ નામના શખ્સોએ ઝઘડો કરી કુહાડી વડે માર માર્યો હતો. હુમલામાં ઘવાયેલા યુવકને સારવાર માટે રાજકોટ સિવિલ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો હતો. ઉપરોક્ત બંને બનાવ અંગે પોલીસે નોંધ કરી વધુ તપાસ હાથ ધરી છે.

Tags :
crimegondal newsgujaratgujarat news
Advertisement
Next Article
Advertisement