For the best experience, open
https://m.gujaratmirror.in
on your mobile browser.
Advertisement

ઉપલેટાનો યુવક અમેરિકાના કેલિફોર્નિયામાં સેરીટોસ સિટીમાં સતત ત્રીજી વખત મેયર ચૂંટાયો

11:42 AM Apr 19, 2024 IST | Bhumika
ઉપલેટાનો યુવક અમેરિકાના કેલિફોર્નિયામાં સેરીટોસ સિટીમાં સતત ત્રીજી વખત મેયર ચૂંટાયો

નાની ઉંમરમાં ભારતીય યુવાન અમેરીકાના કેલીફોર્નિયા રાજયના સેરીટોસ સીટીના સતત ત્રીજી વખત મેયર ચુંટાયા એ અમેરીકાના ઇતહાસનો રેકોર્ડ હશે જે દેશ વિદેશમાં વસતા ગુજરાતી સમાજ અને રાજકોટ જીલ્લાના ઉપલેટા શહેર અને સમગ્ર તાલુકા સમસ્ત આહિર સમાજનું ગૌરવ ગણાય.

Advertisement

મુળ ઉપલેટાના સોરઠીયા આહિર સમાજના બાપ દાદાનો મુળ ધંધો ખેતીવાડી હતો અને હજુ પણ છે. ઉપલેટાના આહિર જીવાભાઇ ગોવાભાઇ સોલંકી અને રૂૂપીબેન જીવાભાઇ સોલંકીના મોટા દીકરા એવા ગૌરવરૂૂપ નરેશભાઇ જીવાભાઇ સોલંકી 2015 માં સેરીટોસ સીટી કાઉન્સીલમાં ચુંટાયા હતા અને 2020 માં ફરીથી ચુટાયા હતા. 2016 અને 2018 માં મેયર પ્રોટેમ અને 2019 અને 2020 માં મેયર બન્યા હતા. 1988 થી સેરીટોસ નિવાસી કાઉન્સીલ મેમ્બર તેઓ અગાઉ પ્લાનીગ કમીશ્નર તરીકે સેવા આપી હતી. 2007 થી 2015 સુધી કાઉન્સીલ મેમ્બર સીટી કાઉન્સીલ બજેટ / ફાયનાન્સ પરફોર્મીગ આર્ટસ પર્સોલ / ખલીક સેફટી ઓટોમોલ બિઝનેશ એન્ડ ઇન્નસ્ટ્રીઝ અને વેસ્ટ સાન્યા આના બ્રાંચ ટ્રાઝીટ પ્રોજેક્ટ કમીટીના સભ્ય છે. તે કેલીફોર્નિયા કોન્ટ્રાકટ સીટીઝ એસોશસીએશન, લોસ એનજલ્સ કાઉન્ટી સીટી સીલેકશન કમીટી, ગેટવે સીટીઝ કાઉન્સીલ ઓફ ગર્વેમેન્ટસ, ગેટવે સીટીઝ કાઉન્સીલ ઓફ ગવર્મેનટ્સ - 91/905 /405 કોરીડોર સીટીઝ કમીટી, સેનીટેશન ડરીસ્ટકટ 2, 3, 18 અને 19 માં કાઉન્સીલના પ્રતિનીધી તરીકે સેવા આપે છે / વેસ્ટ મેનેજમેન્ટ અને એસઇએલએસીઓ વર્ક ફોશ ડેવલપમેન્ટ બોર્ડ - પોલીશી બોર્ડ. તે સધરન કેલીફોર્નિયા એસોસીએશના ઓફ ગર્વેમેન્ટસના સીટીના વેક્લીક પ્રતિનીધી છે.કાઉન્સીલ મેમ્બર સોલંકી નરેશભાઇ સેરીટોસ ઓપ્ટીમીન્સ મીસ્ટ કલબ અને સેરીટેસ રીજનલ ચેમ્બર ઓહ કોમરસના સભ્ય છે. તેઓ લાયન્સ કલબ અને બૌટરી કલબ તેમજ ગ્લાઇન્ડ સ્ટાર્ટે ઓફ અમેરીકાના સ્થાનીક પ્રકરણો સાથે સંકળાયેલા છે અને તેમને સમર્થન આપે છે. તેઓ રીટેલ ગ્રોસરી સુપર માર્કેટના સીઇઓ પ્રમુખ છે અને તેઓ હોસ્પીટાલીટી વ્યવસાયમાં પણ છે.હાલમાં ઉપલેટામાં તેમની ખેતી અને બાંધકામ સહીતનો બિઝનેશ પણ ચાલુ છે અને વર્ષ દરમ્યાન તેઓ કોઇને કોઇ પ્રસંગે અચુક હાજરી આપે છે. તેઓ ઉપલેટા શહેરના વિશ્વ હિન્દુ પરિષદ, બજરંગ દળના અધ્યક્ષ અને પત્રકાર એવા દિનેશભાઈ ચંદ્રવાડીયાના સગા ફઈ રૂૂપીબેન સોલંકીના દીકરા મોટાભાઈ થાય છે.

Advertisement
Advertisement
Tags :
Advertisement
Advertisement