For the best experience, open
https://m.gujaratmirror.in
on your mobile browser.
Advertisement

જસદણના મેઘપર પાસે આઈસરની ઠોકરે બાઈક ચડી જતાં યુવાનનું મોત

01:45 PM May 13, 2024 IST | Bhumika
જસદણના મેઘપર પાસે આઈસરની ઠોકરે બાઈક ચડી જતાં યુવાનનું મોત
Advertisement

ગઢવી યુવાન વાસાવડ કામેથી બિલડી ઘરે જવા નીકળ્યો હતો ત્યારે રસ્તામાં કાળ આંબી ગયો

રાજ્યના ધોરીમાર્ગ પર જીવલેણ અકસ્માતોની ઘટના સાવ રોજીંદી બની ગઈ છે. રોજ અકસ્માતના કારણે અનેક લોકો જીવ ગુમાવી રહ્યા છે ત્યારે જસદણના બિલડી ગામે રહેતા ગઢવી યુવાન બાઈક લઈ વાસાવડ ગામે કામે ગયો હતો અને ત્યાંથી ઘરે પરત જઈ રહ્યો હતો ત્યારે મેઘપર ગામ પાસે પુરઝડપે આવતા આઈસરના ચાલકે અડફેટે લેતા યુવાનનું માથુ ફાટી જવાના કારણે ઘટના સ્થળે જ કમકમાટી ભર્યુ મૃત્યુ નિપજ્યું હતું. જ્યારે અકસ્માત સર્જી ચાલક આઈસર રેઢુ મુકી નાશી ગયો હતો.

Advertisement

આ બનાવ અંગેની જાણવા મળતી વિગત મુજબ ગોંડલના બિલડી ગામે રહેતો અનિલ ખિમરાજભાઈ સુરુ ઉ.વ.35 નામના ગઢવી યુવાન પોતાના બાઈક લઈ વાસાવડ કામે ગયો હતો જ્યાંથી બપોરના સમયે બાઈક લઈ પોતાના ગામ બિલડી જવા નિકળ્યો હતો ત્યારે ગોંડલ વાસાવડ રોડ પર મેઘપર ગામના પાટિયા પાસે સામેથી પુરઝડપે આવતા આઈસરના ચાલકે બાઈકને અડફેટે લીધુ હતું.

આ અકસ્માતમાં બાઈક ચાલક ફુટબોલની જેમ ફંગોળાઈને રોડની નીચે પટકાયો હતો જેના કારણે ગઢવી યુવાનનું માથુ ફાટી જતાં તેનું ઘટના સ્થળે જ કમકમાટી ભર્યુ મૃત્યુ નિપજ્યું હતું. આ અકસ્માત બાદ ચાલક આઈસર રેઢુ મુકી નાશી ગયો હતો.

આ બનાવની જાણ થતાં રાજકોટ દતાત્રેય હોસ્પિટલમાં નોકરી કરતા યુવકના મોટાભાઈ સમર્થભાઈ ખિમરાજભાઈ સુરુ ઉ.વ.38 સહિતના પરિવારજનો ઘટના સ્થળે દોડી ગયા હતા અને આટકોટ પોલીસને જાણ કરતા પોલીસે ગુનો નોંધી વિશેષ તપાસ હાથ ધરી છે.

Advertisement
Tags :
Advertisement
Advertisement