For the best experience, open
https://m.gujaratmirror.in
on your mobile browser.
Advertisement

ગોંડલના રૂપાવટી ગામે ગળા ફાંસો ખાઇ યુવાનનો આપઘાત

12:46 PM Jan 01, 2024 IST | Sejal barot
ગોંડલના રૂપાવટી ગામે ગળા ફાંસો ખાઇ યુવાનનો આપઘાત

ગોંડલ નાં રુપાવટી ગામે રહેતા યુવાને ઘરે એકલો હતો ત્યારે ગળાફાંસો ખાઈ જીવન ટુંકાવ્યુ હતુ. પ્રાપ્ત વિગત મુજબ રુપાવટી રહેતા અને ફેબ્રીકેશનમાં મજુરી કરતા સોહીલ જાહીદભાઇ આમદાણી ઉ.23 પોતાનાં ઘરે એકલો હતો ત્યારે વહેલી સવારે ગળાફાંસો ખાઇ આપઘાત કર્યો હતો.
સોહીલ નો પરીવાર સગાઇ પ્રસંગે બહાર ગામ ગયો હતો. સોહીલ પણ સાથે ગયો હતો.પણ તે વહેલા ઘરે આવી ગયો હતો.
સવારે તેના પિતાએ ફોન કર્યા હોય ફોન ઉપડતા ના હોય સબંધીને ઘરે જઈ તપાસ કરવાનું કહેતા સબંધીએ ઘરે જઈ બારણું ખખડાવ્યુ હતુ.પરંતુ કોઈ જવાબ નહી મળતા બારણુ તોડ્યુ હતુ.ઘરમાં પ્રવેશ કરી રુમ માં જોયુ તો સોહીલ દોરડે લટકતો હતો.બાદ માં તુરંત તેનાં પરીવાર ને જાણ કરાતા બધા હાફળા બની રુપાવટી દોડી આવ્યા હતા.અને રોકકળ મચી જવા પામી હતી. સોહીલ બે ભાઇઓ નાં પરીવાર માં નાનો હતો. બનાવ અંગે તાલુકા પોલીસે તપાસ હાથ ધરીછે.

Advertisement

Advertisement
Tags :
Advertisement
Advertisement