For the best experience, open
https://m.gujaratmirror.in
on your mobile browser.
Advertisement

વાવાઝોડા-વીજળીથી બચવા ભાગેલો માલધારી યુવાન કૂવામાં પડી જતાં મોત

04:34 PM May 16, 2024 IST | Bhumika
વાવાઝોડા વીજળીથી બચવા ભાગેલો માલધારી યુવાન કૂવામાં પડી જતાં મોત
Advertisement

ઉપલેટા તાલુકાના અરણી ગામે શેમળા ધાર વાળી તરીકે ઓળખાતી સીમમાં નવીનભાઈ મંગાભાઈ વાઘ નામના ખેડૂતની વાડીએ ઘેટાં બકરા ચરાવતા જામનગર જિલ્લાના લાલપુર તાલુકાના બાબરીયા ગામના પશુપાલક રબારી પરિવારના પુનરાજભાઈ વરપાભાઈ મોટણ (ઉંમર વર્ષ 50) અને પુત્ર સોમાભાઈ વનરાજભાઈ મોટણ નામનો 18 વર્ષીય યુવક સાંજના સમયે ઘેટાં બકરા ચરાવી રહ્યા હોય દરમિયાન વાતાવરણમાં અચાનક પલટો આવ્યો હોવાથી ધૂળની ડમરીઓ ઉડી અને જોત જોતામાં વીજળીના કડાકા ભડાકા થવા લાગ્યા હતા. એ અરસામાં આ પશુપાલક યુવક વીજળીથી બચવા માટે ખેતરમાં આવેલ ઓરડી તરફ ભાગ્યો હતો. ઓરડીની બાજુમાં આવેલ કુવાના કાંઠે અકસ્માતે પગ લપસી જતાં યુવક કુવામાં ખાબક્યો હતો ત્યાં કુવામાં પાણીની મોટર રાખવા માટેના લોખંડ અને સિમેન્ટના ગડરોના મેળા સાથે માથું અથડાતા યુવકને હેમરેજ થયું હોવાથી પાણીમાં ડૂબી ગયેલ હતો.

યુવકના પિતાએ ગ્રામજનોને જાણ કરતા ઉપલેટા મામલતદાર મહેશ ટી. ધનવાણી, ટીડીઓ, નગરપાલિકા ફાયર બ્રિગેડ સ્ટાફના વિશાલભાઈ વરુ અને જગાભાઈ વાસીયા તેમજ ભાયાવદર પીએસઆઇ આર. વી. ભીમાણી તેના પોલીસ સ્ટાફ સાથે ઘટના સ્થળે દોડી ગયા હતા અને મૃતકને મોડી રાત્રે રેસ્ક્યુ કરી બહાર કાઢવામાં આવ્યો હતો.

Advertisement

Advertisement
Tags :
Advertisement
Advertisement