For the best experience, open
https://m.gujaratmirror.in
on your mobile browser.
Advertisement

કોઠારિયા સોલવન્ટમાં મકાનમાંથી 23 હજારના દારૂ સાથે મહિલા પકડાઈ

05:27 PM Jun 05, 2024 IST | admin
કોઠારિયા સોલવન્ટમાં મકાનમાંથી 23 હજારના દારૂ સાથે મહિલા પકડાઈ

શહેરની ભાગોળે ગોંડલ રોડ પર કોઠારિયા સોલવન્ટમાં પોલીસે દરોડો પાડી રહેણાક મકાનમાંથી રૂા. 23 હજારના દારૂ સાથે મહિલા બુટલેગરને ઝડપી પાડી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.
જાણવા મળતી વિગત મુજબ એલસીબી ઝોન-1ના પીએસઆઈ બી.વી. બોરીસાગર, હેડ કોન્સ. મનરુપગીરી ગોસ્વામી, હિતેશ પરમાર સહિતનો સ્ટાફ પેટ્રોલીંગમાં હતો દરમિાયન કોઠારિયા સોલવન્ટમાં આંબેડકર ચોક ખાતે રહેતા ગુલાબબા પ્રદિપસિંહ ચુડાસમાના રહેણાક મકાનમાં દારૂનો જથ્થો હોવાની ચોક્કસ બાતમીના આધારે પોલીસે દરોડો પાડી મકાનની તલાશી લેતા વિદેશી દારૂની બોટલ નં. 36 તથા ચપલા નં. 45 મળી કુલ રૂા. 22,500નો દારૂનો જથ્થો મળી આવ્યો હતો. જેથી પોલીસે દારૂનો જથ્થો કબ્જે કરી મહિલા આરોપી ગુલાબબા પ્રદિપસિંહ ચુડાસમા વિરુદ્ધ ગુનો નોંધી તેની ધરપકડ કરી હતી.

Advertisement

Advertisement
Tags :
Advertisement
Advertisement