For the best experience, open
https://m.gujaratmirror.in
on your mobile browser.
Advertisement

ગોંડલના ઘોઘાવદર નજીકથી નવ પશુ ભરેલો ટ્રક ઝડપાયો

01:27 PM Jun 24, 2024 IST | Bhumika
ગોંડલના ઘોઘાવદર નજીકથી નવ પશુ ભરેલો ટ્રક ઝડપાયો
Advertisement

રૂા. 6.80 લાખના મુદ્દામાલ સાથે બેની અટકાયત

ગોંડલના ઘોઘાવદર પાસેથી જીવદયા પ્રેમીઓએ પશુ ભરેલ ટ્રક ઝડપી ગોંડલ તાલુકા પોલીસને ફરિયાદ કરી હતી. રાજકોટના જીવદયા પ્રેમી ભાવિનભાઈ ધિયાડ અને તેમના મિત્રોને માહિતી મળી હતી કે ધોરાજીથી એક ટ્રક ભેંસો ભરીને નીકળવાનો છે જે ગેરકાયદેસર હોઈ શકે જેના આધારે તેમણે ગોંડલ આવી ત્યાંથી ટ્રકનો પીછો કરતા ઘોઘાવદર પાસે ટ્રક રોકાવીને જોતા ટ્રકમાં 9 જેટલા પશુઓને હલનચલન ન કરી શકે તેમ બાંધીને રાખવામાં આવ્યા હતા.

Advertisement

જીવદયા પ્રેમી ભાવિનભાઈ અને તેમના મિત્રોએ ટ્રકમાં ભેંસોની હાલત જોતા પોલીસ ને જાણ કરી હતી. જોકે ટ્રક ચાલક ભરત ગરચર અને ક્લિનર મુસ્તાક અલી સેતાને પરમિટ અંગે સવાલ કરતા તેમણે જણાવ્યુ હતું કે ભેંસો કાયદેસર તબેલાની છે અને તેમની પાસે પરમિટ છે પરંતુ તેઓ પરમિટ રજૂ કરી શકયા ના હોય બન્ને વિરુદ્ધ પશુ ક્રૂરતા નિવારણ અધિનિયમ કલમ 11(1), ડી, ઇ, એફ, એચ, તથા સેન્ટ્રલ મોટર વ્હીકલ 125(ઇ) તથા આઈ.પી.સી. 114 મુજબ અને એક બીજાને મદદગારી કરવા બાબતે ગુન્હો નોંધવામાં આવ્યો હતો.

પોલીસે પણ બંને શખસોની અટકાયત કરી તેમજ 8 મોટી ભેંસો એક પાડો અને ટ્રક મળી કુલ 6,80,000નો મુદ્દામાલ કબજે લઇ કાયદેસરની તપાસ અને કાર્યવાહી શરૂૂ કરી હતી. અને પશુઓને રાજકોટ ની ગૌ શાળા માં ઉતારવામાં આવ્યા હતા.

Advertisement
Tags :
Advertisement
Advertisement