For the best experience, open
https://m.gujaratmirror.in
on your mobile browser.
Advertisement

ખંભાળિયામાં લાયન્સ ક્લબ દ્વારા ડાયાબિટીસ, બી.પી.નો સારવાર કેમ્પ યોજાયો

05:27 PM Jun 03, 2024 IST | admin
ખંભાળિયામાં લાયન્સ ક્લબ દ્વારા ડાયાબિટીસ  બી પી નો સારવાર કેમ્પ યોજાયો
Advertisement

  • વાળને લગતા પ્રશ્નો અંગે દર્દીઓને માહિતગાર કરાયા -
  ખંભાળિયાની જાણીતી સેવા સંસ્થા લાયન્સ ક્લબના ઉપક્રમે ડાયાબિટીસ તથા બ્લડ પ્રેશર અંગેના કેમ્પનું આયોજન તેમજ વિના મૂલ્યે ચેકઅપ તથા દવા વિતરણ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં ડો. કિશનભાઈ નકુમ દ્વારા સેવાઓ આપવામાં આવી હતી. આ સાથે રાજકોટની જાણીતી આયુષ્માન હોસ્પિટલના વાળના નિષ્ણાત ડો. મેઘાબેન મણવર દ્વારા વાળને લગતી તમામ પ્રકારની સમસ્યાઓનું નિદાન કરવામાં આવ્યું હતું. આ બંને કેમ્પનો લાભ મોટી સંખ્યામાં દર્દીઓએ લીધો હતો. જેમાં લેબ ટેકનીશ્યન તરીકે જુઝર નાથાણીએ સેવા આપી હતી.   આ બંને કેમ્પને સફળ બનાવવા માટે લાયન્સ ક્લબના પૂર્વ ડિસ્ટ્રીકટ ગવર્નર ધીરેનભાઈ બદીયાણી, પ્રમુખ નિમિષાબેન નકુમ, સેક્રેટરી હાડાભા જામ, ટ્રેઝરર ચંદાબેન મોદી તથા ડિસ્ટ્રીકટ ચેરમેન દિનેશભાઈ પોપટ વિગેરેએ જહેમત ઉઠાવી હતી.
Advertisement
Tags :
Advertisement
Advertisement