For the best experience, open
https://m.gujaratmirror.in
on your mobile browser.
Advertisement

જામનગર લોકસભા ચૂંટણીમાં કુલ 14 ઉમેદવારો વચ્ચે લડાઈ...

01:25 PM Apr 23, 2024 IST | Bhumika
જામનગર લોકસભા ચૂંટણીમાં કુલ 14 ઉમેદવારો વચ્ચે લડાઈ
  • ભારતીય સમતા સમાજ પાર્ટીના 1 અને અપક્ષના 6 ઉમેદવારોએ ફોર્મ પરત ખેંચી લેતા હવે 14 ઉમેદવારો ચૂંટણી લડશે
  • 12-જામનગર લોકસભા બેઠકની ચૂંટણીમાં 21 પૈકી 7 ઉમેદવારોએ ફોર્મ પરત ખેંચ્યા

12-જામનગર લોકસભા બેઠક માટે કુલ 21 ફોર્મ માન્ય રહ્યા હતા ત્યારે 22 એપ્રિલ ફોર્મ પરત ખેંચવાની અંતિમ તારીખ હોય આજે ભારતીય સમતા સમાજ પાર્ટીના એક ઉમેદવાર રઘુવીરસિંહ અનોપસિંહ ગોહિલ અને અપક્ષના 6 ઉમેદવારો જેમાં જયરાજસિંહ કિરીટસિંહ ગોહિલ, પત્રકાર રામકૃષ્ણ નભેશંકર રાજ્યગુરૂૂ, ખોડાભાઈ જીવરાજભાઈ નકુમ, કલ્પેશભાઈ વિનોદરાય આશાણી, કરશનભાઈ જેશાભાઈ નાગશ, બાબુભાઈ જેઠાભાઈ ગોહિલ એમ કુલ 7 ઉમેદવારોએ ઉમેદવારી ફોર્મ પરત ખેંચી લેતા જામનગર 12- લોકસભા બેઠક ઉપર ભારતીય જનતા પાર્ટી, ઇંડિયન નેશનલ કોંગ્રેસ, બહુજન સમાજ પાર્ટી, વીરો કે વીર ઇન્ડિયન પાર્ટી, રાષ્ટ્રીય મહાસ્વરાજ ભૂમી પાર્ટીના તેમજ અપક્ષના 9 ઉમેદવારો મળી કુલ 14 ઉમેદવારો 12-જામનગર લોકસભા બેઠક ઉપર ચૂંટણી લડશે.

Advertisement

Advertisement
Tags :
Advertisement
Advertisement