For the best experience, open
https://m.gujaratmirror.in
on your mobile browser.
Advertisement

ફાયર એનઓસી માટે હંગામી વ્યવસ્થા ઊભી કરાઈ

05:46 PM Jun 26, 2024 IST | admin
ફાયર એનઓસી માટે હંગામી વ્યવસ્થા ઊભી કરાઈ

સરકાર સીએફઓની નિમણૂક ન કરે ત્યાં સુધી ડે. સીએફઓનો ચાર્જ સિનિયરને સોંપાશે

Advertisement

ટીઆરપી ગેમઝોન દૂર્ઘટના બાદ શહેરના ફાયર એનઓસી અને બીયુ સર્ટીને લાગુ થતાં હોય તેવા એકમો વિરુદ્ધ મહાનગરપાલિકાએ ઝુંબેશ હાથ ધરી 500થી વધુ એકમો સીલ કરવામાં આવ્યા હતાં. ત્યાર બાદ ઘટતુ કરવાની શરતે સીલ ખોલાયા છે. જેમાં ફાયર એનઓસી માટે ખોલવામાં આવેલ સીલ મુદ્દે અનેક અરજીઓ ફાયર વિભાગમાં આવી છે. પરંતુ ચીફ ફાયર ઓફિસર એન ડેપ્યુટી ફાયર ઓફિસર સસ્પેન્ડ થતાં બન્ને સ્થાન ખાલી હોવાથી ફાયરને લગતી તમામ કામગીરી અટકી જતાં કમિશનરે હાલ ડેપ્યુટી સીએફઓને સોંપવાનો નિર્ણય લીધો છે. સરકાર સીએફઓેની કાયમી નિમણુંક ન કરે ત્યાં સુધી કામ અટકશે નહીં તેમ જણાવ્યું હતું.
અગ્નિકાંડ બાદ શહેરમાં 500થી વધુ મિલ્કતો સીલ કરાતા હોબાળો બોલી ગયેલ જેમાં ખાસ કરીને ફાયર સેફ્ટીના સાધનો લગાવ્યા બાદ ફાયર એનઓસી મેળવવા માટે અરજદારોએ ફાયર વિભાગમાં અરજીઓના થપ્પા લગાવ્યા હતાં. તે સમયે જ સીએફઓ અને ડે. સિએફઓને સસ્પેન્ડ કરાતા ફાયર વિભાગ ધણીધોણી વગરનું બની ગયું હતું. જેમાં ખાસ કરીને શાળા સંચાલકો દ્વારા સમય મર્યાદામાં ફાયર એનઓસી મેળવવાનું જે સોગંદનામું રજૂ કરવામા આવેલ જે અંતર્ગત તમામ શાળાઓને ફાયર સેફ્ટીના સાધનો લગાવી અરજી કરેલ છે તેનું ફાયર એનઓસી હવે મળી શકે તેમ ન હોય સમય મર્યાદા પૂર્ણ થયે ફરી વખત સીલ લાગશે કે કેમ તે મુદ્દે શાળા સંચાલકો મુંજાયા હતાં. અને આ મુદ્દે મ્યુનિસિપલ કમિશનર દેવાંગ પટેલે નવા સીએપઓની નિમણુંક કરવા માટે સરકારને પત્ર પાઠવ્યો છે. પરંતુ ત્યાં સુધી શું કરવું તે મુદદ્દે કોકડુંગુંચવાતા મ્યુનિસિપલ કમિશનર દેવાંગ દેસાઈએ જણાવેલ કે, ફાયર એનઓસી અંતર્ગત કામગીરી કરવી ફરજિયાત છે. સરકાર નવી સીએફઓની નિમણુંક ન કરે ત્યાં સુધી સીનીયર અધિકારીને ડેપ્યુટી સીએફએનો ચાર્જ સોંપવામાં આવશે. અને અરજી થયેલ તમામ એકમોમાં ચોક્કસ ચેકીંગ કરી નિયમ મુજબના ફાયર સેફ્ટી સાધનો હશે તો જ ફાયર એનઓસીની મંજુરી આપવાની સુચના આપવામાં આવી છે.

એફએસઓ હવેથી સીએફઓ હેઠળ કામ કરશે
નોટીફીકેશનમાં જણાવ્યા મુજબ માલિકો અને કબજેદારો વ્યક્તિગત અથવા સંયુક્ત રીતે બંને ફાયર સેફ્ટી સર્ટિફિકેટની સમયમર્યાદા પૂર્ણ થયાના ઓછામાં ઓછા બે મહિના પહેલાં સર્ટિફિકેટના રિન્યૂઅલ માટે સંબંધિત અધિકારીઓને અરજી કરવાની રહેશે. ફાયર સેફ્ટી ઓફિસર સુઓમોટો અથવા તે બિલ્ડિંગ અથવા પરિસરના ફાયર સેફ્ટી સર્ટિફિકેટ માટે રિન્યૂઅલની અરજી પર નિયમ 21 હેઠળ બિલ્ડિંગ અથવા પરિસર માટેની જોગવાઈઓનું પાલન ચકાસવા માટે નિમણૂંક થયેલા છે તે તેનું નિરીક્ષણ કરશે. ત્યાર બાદ રિજનલ ફાયર ઓફિસર અથવા ચીફ ફાયર ઓફિસર દ્વારા એક્ટ, રૂૂલ્સ એન્ડ રેગ્યુલેશનની જોગવાઈઓના પાલનને ચકાસવા માટે ફાયર સેફ્ટી સર્ટિફિકેટ રિન્યૂઅલ ફોર્મ-બી13.3ના આધારે ચકાસણી કરી મંજૂરી આપવામાં આવશે. ફાયર સેફ્ટી સર્ટિફિકેટ રિન્યૂઅલની માન્યતા તેની ઇસ્યૂ તારીખથી બે વર્ષના સમયગાળા માટે અને ત્યાર પછીના સમાન સમયગાળા માટે રહશે. ડિરેક્ટર દ્વારા નોંધણી પર જે ફાયર સેફ્ટી ઓફિસર કામ કરવા માગે છે તે રિજનલ ફાયર ઓફિસર અથવા ચીફ ફાયર ઓફિસર પાસે નોંધણી કરાવશે. અને તે રિજનલ ફાયર ઓફિસર અથવા ચીફ ફાયર ઓફિસરના સીધા સુપરિન્ટેન્ડન્સ અને નિયંત્રણ હેઠળ કામ કરશે. જો ફાયર સેફ્ટી ઓફિસર વિવિધ વિસ્તારમાં કામ કરવા માગે છે તો તેણે દરેક સંબંધિત વિસ્તારના રિજનલ ફાયર ઓફિસર અથવા ચીફ ફાયર ઓફિસર પાસે ડિરેક્ટર દ્વારા જાહેર કરેલા નોંધણી પ્રમાણપત્રની નકલ સાથે નોંધણી કરાવવી આવશ્યક છે. સંબંધિત રિજનલ ફાયર ઓફિસર અથવા ચીફ ફાયર ઓફિસર તેમના અધિકારક્ષેત્રમાં તમામ નોંધાયેલા ઋજઘનો રેકોર્ડ જાળવી રાખશે.

Advertisement

Advertisement
Tags :
Advertisement
Advertisement