For the best experience, open
https://m.gujaratmirror.in
on your mobile browser.
Advertisement

જૂનાગઢમાં ગિરનાર ઉપર સુતેલા કિશોરને તસ્કરે ખીણમાં ધકેલી દીધો

11:47 AM May 22, 2024 IST | admin
જૂનાગઢમાં ગિરનાર ઉપર સુતેલા કિશોરને તસ્કરે ખીણમાં ધકેલી દીધો

અજાણ્યા શખ્સ સામે ગુનો નોંધી શોધખોળ

Advertisement

જુનાગઢ ગિરનાર પર્વત પર અસામાજિક તત્વોનો આતંક જોવા મળ્યો છે. ગત મોડી રાત્રિના ગિરનાર 2200 પગથિયા પર ચોરી કરવાના ઇરાદે આવેલા ઈસમે એક સગીરને ખાઈમાં ફેંકી દીધાનો બનાવ સામે આવ્યો હતો. જેમાં હિંમતવાન સગીર જાતે ખીણમાંથી બહાર આવ્યો હતો. ખીણમાંથી સગીર જ્યારે બહાર આવ્યો ત્યારે લોહીલોહાણ હાલતમાં હતો અને દુકાનદારોએ જોળીમાં નાખી હોસ્પિટલે ખસેડયો હતો. સગીરે જણાવ્યું હતું કે હું જ્યારે સૂતો હતો ત્યારે એક વ્યક્તિ આવ્યો અને મને ખીણમાં ધકેલી દીધો હતો.ત્યારબાદ હું ખીણ માંથી બહાર આવ્યો.એ કોણ હતું હું તેને ઓળખતો નથી.ગિરનાર 2300 પગથિયા પરના રામજી મંદિરના મહંત માડી પરબના કૃષ્ણદાસ બાપુએ જણાવ્યું હતું કે હું મારા કામથી અમદાવાદ ગયો હતો ત્યારે મને રાત્રે 12 વાગ્યે ફોન આવ્યો કે આ છોકરાને ખીણમાં કોઈએ નીચે ફેંકી દીધો છે.

હાલમાં હું હજુ ઉપર 2300 પગથિયા સુધી પહોંચ્યો નથી જ્યારે હું ત્યાં પહોંચવું ત્યારે જ ત્યાંની વાસ્તવિકતા ની મને ખબર પડે. આ કૃત્ય કોણે કર્યું છે તે તો પોલીસ તપાસ બાદ સામે આવશે. આ ઘટના બાદ ત્યાંના આસપાસના દુકાનદારો અને ડોળીવાળાઓ એકઠા થયા હતા. પોલીસ પણ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી હતી.અને આ છોકરાને હોસ્પિટલ લઈ જવા નીચે ઉતારવામાં આવ્યો હતો અને ત્યારબાદ અહીં સારવાર માટે લાવવામાં આવ્યો છે. આ મામલે ભવનાથ પોલીસ સ્ટેશનના પીએસઆઈ એમ. વી રાઠોડે સાથે વાત કરતા તેમને જણાવ્યું હતું કે હાલ ભવનાથ પોલીસ ઘટના સ્થળે પહોંચી છે અને આ ઘટનાને સગીરની પણ પૂછપરછ કરવામાં આવી રહી છે. આ મામલે સીસીટીવી ફૂટેજ તેમજ પોલીસ સ્ટાફ અને બાતમીદારો મારફતે આ ઘટનાની ઊંડાણપૂર્વક તપાસ કરવામાં આવી રહી છે.

Advertisement

Advertisement
Tags :
Advertisement
Advertisement