For the best experience, open
https://m.gujaratmirror.in
on your mobile browser.
Advertisement

એઈમ્સના નિરીક્ષણ માટે દિલ્હીથી આવશે ટીમ

12:28 PM Dec 29, 2023 IST | Bhumika
એઈમ્સના નિરીક્ષણ માટે દિલ્હીથી આવશે ટીમ

રાજકોટ શહેરને એઈમ્સ જેવી સુવિધા મળ્યા બાદ જામનગર રોડ પર અદ્યતન એઈમ્સ હોસ્પિટલનું 90 ટકા કામ પૂર્ણ થઈ ગયું છે ત્યારે એઈમ્સ હોસ્પિટલનાં લોકાર્પણ પહેલા તેનું નિરીક્ષણ કરવા માટે આગામી સપ્તાહમાં દિલ્હી ખાતેથી ઉચ્ચ અધિકારીઓની એક ટીમ રાજકોટ આવશે અને ત્યારબાદ લોકાર્પણનો કાર્યક્રમ ફાઈનલ થશે.
રાજકોટ શહેરનાં એઈમ્સ, ઈન્ટરનેશનલ એરપોર્ટ, અટલ સરોવર, સ્માર્ટ સિટીની સ્કીમો ફાળવવામાં આવી છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીનાં સ્વપ્ન સમાન એઈમ્સ હોસ્પિટલ ગુજરાતમાં એક માત્ર રાજકોટને ફાળે આવી છે ત્યારે એઈમ્સ હોસ્પિટલનું કામ લાંબા સમયથી ચાલી રહ્યું છે જે કામ 90 ટકા પૂર્ણ થઈ ગયા બાદ વડાપ્રધાનના હસ્તે તેનું લોકાર્પણ રાખવા માટે પી.એમ.ઓ.ને દરખાસ્ત કરવામાં આવી છે.
રાજકોટની ભાગોળે જામનગર રોડ પર પરપીપળીયા ગામની સીમમાં અદ્યતન પાંચ ટાવરનું એઈમ્સ હોસ્પિટલ તૈયાર કરવામાં આવી છે જેમાં એ.બી. અને ઈ ટાવરનું કામ લગભગ પૂર્ણ થઈ ગયું છે જ્યારે સી અને ડી ટાવરનું કામ 60 ટકા પૂર્ણ થયું ગયું હોવાનું જિલ્લા કલેકટરે જણાવ્યું છે. ત્યાર કરવામાં આવેલા ત્રણ ટાવરમાં 250 બેડની હોસ્પિટલ માટેની તમામ સાધન સામગ્રી ફાળવી દેવામાં આવી છે. ઓક્સિજન પાઈપલાઈન અને ઓકિસજન પ્લાન્ટની પણ કામગીરી પૂર્ણ કરી દેવામાં આવી છે ત્યારે આ હોસ્પિટલનું ઉદઘાટન થાય તે પહેલા આખરી નિરીક્ષણ કરવા માટે આગામી સપ્તાહમાં દિલ્હી ખાતેથી ઉચ્ચ અધિકારીઓની ટીમ રાજકોટ આવશે.
જેમાં સંયુકત સચિવ, અધિક સચિવ સહિતના અધિકારીઓ આવવાના હોવાનું કલેકટર તંત્ર દ્વારા જણાવ્યું છે.
દિલ્હી ખાતેની ટીમ દ્વારા એઈમ્સની કામગીરીનું આખરી નિરીક્ષણ કર્યા બાદ વડાપ્રધાન દ્વારા લોકાર્પણનો સમય અને તારીખ જાહેર કરવામાં આવનાર હોવાનું જાણવા મળ્યું છે ત્યારે ટૂંક સમયમાં રાજકોટને વધુ એક અદ્યતન એઈમ્સ હોસ્પિટલ મળવા જઈ રહી છે.

Advertisement

Advertisement
Tags :
Advertisement
Advertisement