For the best experience, open
https://m.gujaratmirror.in
on your mobile browser.
Advertisement

ભારતનગરમાં ધોળા દિવસે મકાનમાંથી પોણો લાખની ચોરી કરનાર તસ્કર ઝડપાયો

04:29 PM Apr 25, 2024 IST | Bhumika
ભારતનગરમાં ધોળા દિવસે મકાનમાંથી પોણો લાખની ચોરી કરનાર તસ્કર ઝડપાયો

શહેરના થોરાળા વિસ્તારમાં આવેલા ભારતનગરમાં તયેલી પોણો લાખની ચોરી કરનાર તસ્કરને પોલીસે ગણતરીના દિવસોમાં જ ઝડપી પાડી ચોરીનો મુદ્દામાલ કબજે કર્યો હતો.જાણવા મળતી વિગત મુજબ ભારતનગરમાં ધોળા દિવસે મકાનના તાળા તોડી રૂા.50 હજારની રોકડ અને ચાંદીના સાંકળા તથા મોબાઈલ ળળી કુલ રૂા.75 હજારની ચોરી થઈ હતી જે અંગે થોરાળા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાઈ હતી.

Advertisement

દરમિયાન થોરાળા પીઆઈ એન.જી. વાઘેલાના માર્ગદર્શન હેઠળ પીએસઆઈ જે. એમ.પરમાર, એમ. એસ. મહેશ્ર્વરી સહિતના સ્ટાફે પેટ્રોલીંગ દરમિયાન બાતમીના આધારે અમુલ સર્કલથી આગળ 80 ફુટ રોડ પર ચોરી કરનાર શખ્સ ઉભો હોવાની હકીકત મળતાં પોલીસે રાજાકુમાર પ્રદીપભાઈ શાહ (રે.જડેશ્ર્વર સોસાયટી, વેલનાથપરા, મુળ ગોપાલકુર, બિહાર)ને ઝડપી પાડી તેની પાસેથી રૂા.50 હજારની રોકડ, ચાંદીના સાંકળા અને ત્રણ મોબાઈલ મળી કુલ રૂા.85 હજારનો મુદ્ધામાલ કબજે કર્યો હતો. પોલીસના જણાવ્યા મુજબ આરોપી અગાઉ આજી ડેમ પોલીસ મથકમાં ચોરીના બે ગુનામાં પોલીસ ચોપડે ચડી ચુકયો છે.

Advertisement
Advertisement
Tags :
Advertisement
Advertisement