For the best experience, open
https://m.gujaratmirror.in
on your mobile browser.
Advertisement

દ્વારકા-કચ્છના દરિયાકાંઠે સર્ચ ઓપરેશન બે દિવસમાં ચરસના 90 પેકેટ મળી આવ્યા

04:02 PM Jun 15, 2024 IST | Bhumika
દ્વારકા કચ્છના દરિયાકાંઠે સર્ચ ઓપરેશન બે દિવસમાં ચરસના 90 પેકેટ મળી આવ્યા
Advertisement

પંજાબની માફક ગુજરાતીઓને પણ ડ્રગ્સના રવાડે ચડાવી દેવાનું નાપાક ષડયંત્ર ચાલી રહ્યું છે. ઉડતા પંજાબની માફક છેલ્લા એક વર્ષથી ઉડતા ગુજરાત બની ગયું છે. નાપાક ડ્રગ માફીયાઓ દ્વારા સૌરાષ્ટ્ર-કચ્છના દરિયાઈ કીનારેથી છેલ્લા એક વર્ષથી મોટાપાયે ડ્રગ્સ ઘુસાડવાના અવનવા નુસ્ખા અપનાવી રહ્યાં છે. અગાઉ કંડલા અને મુંદ્રા બંદરેથી ક્ધસાઈમેન્ટ મારફતે ડ્રગ્સ મોકલવાના રેકેટનો પર્દાફાશ થયા બાદ હવે ડ્રગ માફીયાઓ દ્વારા ઈન્ટરનેશનલ સી બોર્ડર પરથી ભરતી ટાણે ડ્રગ્સના પેકેટ પ્લાસ્ટીકની કોથળીમાં પેક કરી ફેંકી દેવામાં આવે છે જે તણાઈને સૌરાષ્ટ્ર-કચ્છના દરિયાઈ કાંઠે આવ્યા બાદ ડ્રગ માફીયાઓના એજન્ટો દ્વારા આ ડ્રગ્સને પંજાબ, મુંબઈ સુધી ઘુસાડવાનો ષડયંત્ર ચાલી રહ્યું છે.

ત્યારે છેલ્લા એક સપ્તાહથી સૌરાષ્ટ્ર-કચ્છના દરિયાઈકાંઠે બીન વારસી ડ્રગ્સના પેકેટો મળી રહ્યાં છે જેમાં છેલ્લા બે દિવસમાં કચ્છ અને દ્વારકા દરિયાઈ કાંઠેથી વધુ 90 ડ્રગ્સના પેકેટ મળી આવ્યા છે. જે પોલીસે કબજે લીધા છે અને હજુ પણ પોલીસ સહિતની તમામ સુરક્ષા એજન્સીનું દરિયાઈ કાંઠે સર્ચ ઓપરેશન ચાલુ છે.

Advertisement

કચ્છના કંડલા બંદર નજીક મીઠીરોહર ખાતે આવેલ બાવળની ઝાડીમાંથી ડ્રગ્સના પેકેજ બિનવારસી મળી આવ્યા બાદ પોલીસ સહિતની તમામ સુરક્ષા એજન્સીઓએ એક સપ્તાહથી સૌરાષ્ટ્ર-કચ્છના દરિયાઈ કિનારે સઘન સુર્ચ ઓપરેશન શરૂ કર્યુ છે. જેમાં અગાઉ 100 થી વધુ ડ્રગ્સના પેકેટ મળી આવ્યા હતાં.

દરિયાન ગઈકાલે કચ્છના જખૌ નજીકથી ચરસના 10 પેકેટ મળી આવ્યા બાદ માંડવી દરિયાઈ કાંઠે થી પણ ચરસના 20 પેકેટ મળી આવ્યા હતાં. જે પોલીસ દ્વારા કબજે કરવામાં આવ્યા હતાં. બીજી બાજુ શુક્રવાર મોડી સાંજથી લઈને શનિવારે સવાર સુધીમાં દ્વારકા એસ.પી.નિતીશ પાંડેની આગેવાની હેઠમ પોલીસે દરિયાઈકાંઠે સર્ચ ઓપરેશન કરતાં બિનવારસી હાલતમાં 60 પેકેટ ચરસના મળી આવ્યા હતાં

દેવભૂમિ દ્વારકા પોલીસે દરિયાઈકાંઠાથી અત્યાર સુધીમાં 100 થી વધુ ચરસના પેકેટ કબજે કર્યા છે જેની અંદાજે કિંમત 50 કરોડ જેવી થવા જઈ રહી છે. જ્યારે કચ્છમાંથી પણ કરોડોના પેકેટ મળી આવ્યા છે.
દેવભૂમિ દ્વારકા અને કચ્છના દરિયાઈ કિનારે છેલ્લા એક સપ્તાહથી એસઓજી, મરીન પોલીસ, બીએસએફ અને સ્થાનિક પોલીસ દ્વારા ડ્રોન અને ડોગસ્કવોર્ડની મદદથી સઘન સર્ચ ઓપરેશન કરવામાં આવી રહ્યું છે.

Advertisement
Tags :
Advertisement
Advertisement