For the best experience, open
https://m.gujaratmirror.in
on your mobile browser.
Advertisement

આવતીકાલથી ઠંડીનો રાઉન્ડ, તાપમાન 3 ડિગ્રી સુધી ઘટશે

01:00 PM Dec 13, 2023 IST | Sejal barot
આવતીકાલથી ઠંડીનો રાઉન્ડ  તાપમાન 3 ડિગ્રી સુધી ઘટશે

ગુજરાતમાં જોરદાર ઠંડીનું પ્રમાણ વધ્યું છે. રાત્રિના સમયે અને વહેલી સવારે કડકડતી ઠંડીથી રક્ષણ મેળવવા લોકો તાપણાંનો સહારો લેતા નજરે પડી રહ્યા છે. રાજ્યમાં ઠંડીની ધીમીધારે શરૂૂઆત થઈ રહી છે.
આજે ઠંડીમાં આંશિક ઘટાડો થયો હોય તેમ રાજકોટમાં 13.6, પોરબંદરમાં 14, નલિયામાં 11.2, ભૂજમાં 15.1, ભાવનગરમાં 17.1, અમદાવાદમાં 15.8 અને વડોદરામાં 15.4 ડિગ્રી તાપમાન નોંધાયું હતું.
રાજ્યમાં હવામાન વિભાગે ઠંડીને લઈ લધુ એકવાર આગાહી કરી છે. હવામાન વિભાગનું અનુમાન છે કે, આગામી 5 દિવસ રાજ્યમાં વાતાવરણ સૂકું રહેશે તેમજ રાજ્યના અમુક ભાગોમાં વાદળછાયું વાતાવરણ રહેશે જ્યારે અરબી સમુદ્રમાં સાયક્લોનિક સર્ક્યુલેશન સક્રિય થયો છે. ત્યારે 24 કલાક બાદ તાપમાન 2થી 3 ડિગ્રી વધશે.

Advertisement

Advertisement
Tags :
Advertisement
Advertisement