For the best experience, open
https://m.gujaratmirror.in
on your mobile browser.
Advertisement

ભાવાભી ખીજડિયા ગામે કૂવો ગાળતા શ્રમિક પર ભેખડ ધસી પડતાં મોત

12:27 PM Mar 28, 2024 IST | Bhumika
ભાવાભી ખીજડિયા ગામે કૂવો ગાળતા શ્રમિક પર ભેખડ ધસી પડતાં મોત
  • બનાવથી રાજસ્થાની પરિવારમાં શોક

જામનગર જિલ્લાના કાલાવડ તાલુકાના ભાવાભી ખીજડીયા ગામમાં એક વાડી મા કુવો ગાળવાનું કામ ચાલી રહ્યું હતું, જ્યાં કામ કરી રહેલા પરપ્રાંતિય શ્રમિક યુવાન પર ભેખડ ધસી પડતાં ગંભીર ઇજા થવાથી કરુણ મૃત્યુ નિપજ્યું છે.

Advertisement

આ બનાવની વિગત એવી છે કે મૂળ રાજસ્થાન નો વતની અને હાલ કાલાવડ તાલુકાના ભાવાભી ખીજડીયા ગામમાં આવેલી ગિરવંતસિંહ માલુભા જાડેજા નામના ખેડૂતની વાડીમાં રહીને ખેત મજુરી કામ કરતો લાલરામ હજારી રામ ભીલ નામનો યુવાન અન્ય શ્રમિકોની સાથે કૂવો ગાળવાનું કામ કરી રહ્યો હતો, જે દરમિયાન તેની માથે ભેખડ ધસી પડવાથી ગંભીર ઈજા થતાં તેનું કરુણ મૃત્યુ નીપજ્યું છે.
આ બનાવ અંગે પરતારામ ત્રિલોકરામ ભીલે પોલીસને જાણ કરતાં કાલાવડ ગ્રામ્ય પોલીસે મૃતદેહ નો કબજો સંભાળી આ બનાવ અંગે વધુ તપાસ હાથ ધરી છે.

Advertisement
Advertisement
Tags :
Advertisement
Advertisement