For the best experience, open
https://m.gujaratmirror.in
on your mobile browser.
Advertisement

ગોંડલ પંથકમાં પાણીમાં ડૂબતા લોકોને રોબોટ બચાવશે

11:28 AM Jun 27, 2024 IST | Bhumika
ગોંડલ પંથકમાં પાણીમાં ડૂબતા લોકોને રોબોટ બચાવશે
Advertisement

રાજ્યમાં હાલ ચોમાસાની સિઝનની શરૂૂઆત થઈ ગઈ છે. ત્યારે વરસાદી વતારણમાં ગોંડલ શહેર તેમજ ગ્રામ્ય વિસ્તારમાં નાની મોટી નદીઓ તેમજ ચેકડેમ ઓવરફ્લો થતા હોય છે ત્યારે પૂર સહિતની પરિસ્થિતિમાં બચાવ કામગીરી માટે રાજ્ય સરકાર દ્વારા ગોંડલ નગરપાલિકાને રેસ્ક્યુ રોબોટ આપવામાં આવ્યો છે. જેનાથી પાણીમાં ડુબતા વ્યક્તિને બચાવી શકાય છે. જેનું ગોંડલ પાલિકા ફાયર વિભાગ દ્વારા ટેસ્ટિંગ કરાયું હતું.

ગોંડલ નગર પાલિકાનું ફાયર વિભાગ વધુ આધુનિક બન્યું છે. રાજ્ય સરકાર દ્વારા ફાયર વિભાગને રેસ્ક્યુ રોબોટ આપવામાં આવ્યો છે. ગોંડલ શહેરમાં આવતા વેરી તળાવ, આશાપુરા ડેમ, સેતુબંધ ડેમ તેમજ ગોંડલી નદી સહિત આસપાસ ગ્રામ્ય વિસ્તારમાં આવતી નદીઓ તેમજ ચેકડેમોમાં આવતા પૂર સહિતની પરિસ્થિતિમાં રેસ્ક્યુ રોબોટ પ્રાણરક્ષક થનાર છે. રિમોટથી સંચાલિત રેસ્ક્યુ રોબટથી પાણી વચ્ચે ફસાયેલા લોકોના જીવ બચાવી શકાશે. આ રોબોટનું ગોંડલ નગર પાલિકાના ફાયર વિભાગ દ્વારા શહેરના જીવાદોરી સમાન વેરી તળાવ ખાતે ટેસ્ટિંગ પણ કરવામાં આવ્યું હતું.

Advertisement

ગુજરાત રાજ્ય સરકારની સ્ટેટ ફાયર પ્રીવેન્શન સોસાયટી દ્વારા આ ખાસ પ્રકારનો રેસ્ક્યુ રોબોટ ગોંડલ નગરપાલિકાને આપવામાં આવ્યો છે. ચોમાસાના સમય દરમ્યાનમાં શહેરમાં અનેક નાની મોટી નદીઓ, ચેકડેમો અને તળાવો ઓવરફ્લો થતા હોય છે તેમજ પાણી ના ધસમસતા પ્રવાહમાં અનેકવાર રાહદારીઓ, વાહનચાલકો જોખમી પુલ પર થી પસાર થતા હોય છે ત્યારે અનેક લોકો પાણી વચ્ચે ફસાઈ જાય છે તેઓને બચાવવામાં આ રેસ્ક્યુ રોબોટ અસરકારક સાબિત થશે.આ અંગે પાલિકાના ફાયર ઓફિસર સંજયભાઈ વાછાણીએ જણાવ્યું હતું કે ગોંડલ શહેરમાં ચોમાસા દરમ્યાન અનેક વખતે પુર સહિતની આપદાઓ આવતી હોય છે ત્યારે સરકારના તરફથી આપવામા આવેલો આ રેસ્ક્યુ રોબોટ ખરે ખરે લોકનો જીવ બચાવનાર બની રહેશે. તેમજ રેસ્ક્યુ રોબોટ ટેસ્ટિંગ દરમ્યાન નગરપાલિકા વાહનશાખા ના ચેરમેન રફીકભાઈ કૈડા, ફાયર વિભાગના કર્મચારી રવિભાઈ વ્યાસ, કિશોરભાઈ ગોહિલ, નયનભાઈ ગોંડલીયા, જયરાજસિંહ ચુડાસમા, સિદ્ધરાજસિંહ ઝાલા સહિતનો ફાયર સ્ટાફ દ્વારા રેસ્ક્યુ રોબોટ ટેસ્ટિંગમાં જોડાયો હતો.

Advertisement
Tags :
Advertisement
Advertisement