For the best experience, open
https://m.gujaratmirror.in
on your mobile browser.
Advertisement

રોબોટે સીડી પરથી કૂદીને આત્મહત્યા કરી, વિશ્ર્વની પ્રથમ ચોંકાવનારી ઘટના

11:19 AM Jul 03, 2024 IST | admin
રોબોટે સીડી પરથી કૂદીને આત્મહત્યા કરી  વિશ્ર્વની પ્રથમ ચોંકાવનારી ઘટના

આપણે અત્યાર સુધીમાં એવું જ સાંભળ્યું છે કે ટેક્નોલોજી મનુષ્યનું જીવન સરળ બનાવે છે. પરંતુ મનુષ્યનું કામ કરતાં કરતાં એક રોબોટ પોતે આત્મહત્યા કરી છે. સાઉથ કોરિયા માંથી એક આવો જ કિસ્સો સામે આવ્યો છે. દક્ષિણ કોરિયામાં એક રોબોટે કામ કરતી વખતે સીડી પરથી કૂદીને આત્મહત્યા કરી લીધી છે.
રોબોટને ગયા વર્ષે ઓગસ્ટમાં કામ પર મૂકવામાં આવ્યો હતો. આ ઘટના બાદ અન્ય શ્રમજીવી લોકો પણ ખૂબ દુ:ખી છે. રોબોટનું શું થયું જેના કારણે તેણે આત્મહત્યા કરી છે

Advertisement

તે જાણવા માટે અધિકારીઓની વિશેષ ટીમને તપાસ સોંપવામાં આવી છે.
મળતી માહિતી અનુસાર, આ ઘટના સાઉથ કોરિયાથી સામે આવી છે. દક્ષિણ કોરિયાના ગુમી સિટી કાઉન્સિલમાં સિવિલ સર્વન્ટ તરીકે કામ કરતાં રોબોટે આત્મહત્યા કરી હોવાના અહેવાલ સામે આવી રહ્યા છે. આ વિશ્વમાં રોબોટની આત્મહત્યાનો પ્રથમ કિસ્સો સામે આવ્યો છે તેવું કહી શકાય છે. આ રોબોટ લોકોની ખૂબ જ નજીક હતો અને અન્ય કર્મચારીઓને તે ખૂબ ગમતો હતો કારણ કે તેનાથી તેમને ઘણી મદદ મળી હતી. તેના કારનામા પ્રખ્યાત હતા અને તે રોબોટ સુપરવાઈઝર તરીકે પણ જાણીતો હતો. રોબોટ હવે નથી કારણ કે તેણે આત્મહત્યા કરી છે. જે પ્રકારની વિગતો તેના આત્મહત્યા વિશે સામે આવી રહી છે તેના અનુસાર રોબોટે સીડી ઉપરથી ઝંપલાવીને આપઘાત કરી લીધો હતો.

મળતી માહિતી અનુસાર, આ ઘટના પહેલા રોબોટ રહસ્યમય રીતે તે જ જગ્યાએ ફરતો જોવા મળ્યો હતો. એવું લાગતું હતું કે ત્યાં કંઈક હતું. હવે એ બાબતે તપાસ કરવામાં આવી રહી છે કે આ રોબોટે આખરે કેવી રીતે સીડી ઉપરથી કૂદકો માર્યો. તપાસ ટીમ દ્વારા તેના ટુકડાઓ એકત્રિત કરવામાં આવ્યા છે અને હવે તેનું વિશ્ર્લેષણ કરવામાં આવશે. જઘઞઝઇં ઊંઘછઊઅ ની સ્થાનિક મીડિયાએ આ ઘટનાને દેશની પ્રથમ નરોબોટ આત્મહત્યાથ ગણાવી છે.

Advertisement

Advertisement
Tags :
Advertisement
Advertisement