For the best experience, open
https://m.gujaratmirror.in
on your mobile browser.
Advertisement

T-20 વર્લ્ડ કપમાં કાલે ભારત-પાકિસ્તાન વચ્ચે ખરાખરીનો જંગ

01:44 PM Jun 08, 2024 IST | Bhumika
t 20 વર્લ્ડ કપમાં કાલે ભારત પાકિસ્તાન વચ્ચે ખરાખરીનો જંગ
Advertisement

ટિકિટની કિંમત 25 હજારથી આઠ લાખ સુધી, પાર્કિંગના એક લાખ, અમેરિકાની ધરતી પર પ્રથમવાર ટકરાશે બંન્ને દેશો

કાલે 9 જૂનના ન્યૂયોર્કમાં ભારત અને પાકિસ્તાન વચ્ચે ટી20 વર્લ્ડ કપનો લીગ મુકાબલો અમેરિકાના લોકપ્રિય ‘સુપર બાઉલ’ સમાન રોમાંચક બની રહેશે. આ જંગમાં બંને ટીમોની ધીરજની કસોટી થશે અને જે ટીમ દબાણ હેઠળ શ્રેષ્ઠ દેખાવ કરી શકશે તેની જીત થશે. ભારત તેના કટ્ટર હરિફ પાકિસ્તાન સામે 9 જૂને ટકરાશે.
છેલ્લે ટી20 વર્લ્ડ કપમાં આ બંને પાડોશી દેશો વચ્ચે મુકાબલો રમાયો હતો તેમાં વિરાટ કોહલીના શાનદાર દેખાવની મદદથી ભારતે પાકિસ્તાનને કચડ્યું હતું. આ જીત ભારત માટે ખાસ રહી હતી. અમેરિકાની ધરતી પર ભારત અને પાકિસ્તાન સૌપ્રથમ વખત રમવા ઉતરશે અમેરિકાની લોકપ્રિય નેશનલ ફૂટબોલ લીગ અંતર્ગત દર વર્ષે લીગની ચેમ્પિયનશિપ મેચને સુપર બાઉલ કહેવામાં આવે છે.

Advertisement

રમત વિશ્વમાં ભારત-પાક.ની ટક્કર સૌથી મોટી હરીફાઈ છે. આ બંને ટીમો માટે ઘણુ મહત્વ ધરાવે છે. ભારત વિરુદ્ધની મેચમાં દબાણની સ્થિતિમાં જે સારી રીતે દેખાવ કરે છે તે જીત હાંસલ કરે છે.

ભારત અને પાકિસ્તાન મેચ જોનારા ચાહકોએ પાર્કિગ માટે 1200 ડોલર ખર્ચવા પડશે. તો ટિકિટના ભાવ પણ ખુબ મોંઘા છે. એટલે કે જો કોઈ ચાહક સામાન્ય ટિકિટ ખરીદે છે તો તેનાથી વધારે તે પાર્કિંગ ચાર્જના પૈસા ચુકવવા પડશે.

નવજોત સિંહ સિદ્ધુએ ભારત અને આયરલેન્ડ મેચ દરમિયાન ભારત અને પાકિસ્તાનની મેચમાં પાર્કિંગ માટે કેટલો ચાર્જ છે તે વાત કરી હતી.કોમેન્ટ્રીમાં કહ્યું કે. આ મેચ માટે ચાહકોએ 1200 ડોલર (અંદાજે 100000 રૂૂપિયા) ચૂકવવા પડશે. પૂર્વ ક્રિકેટરના કહેવા પ્રમાણે, તેના ડ્રાઈવરે તેને આ જાણકારી આપી હતી.

ભારત અને પાકિસ્તાનની મેચ જેમ જેમ નજીક આવી રહી છે. તેમ તેમ ટિકિટના ભાવ પણ આસમાને જઈ રહ્યાછે. મેચની ટિકિટના ભાવ 300 યુએસ ડોલર છે. જો ભારતીય રુપિયામાં જઈએ તો તે અંદાજે 25000 રુપિયા છે.જો આપણે સૌથી મોંઘી ટિકિટની કિંમત પર નજર કરીએ તો તે 10,000 હજાર યુએસ ડોલર હોવાનું કહેવાય છે, જે ભારતીય રૂૂપિયામાં લગભગ 8.3 લાખ છે.

અહેવાલો અનુસાર, 300 યુએસ ડોલરથી 10,000 યુએસ ડોલરની વચ્ચેની ટિકિટો છે.ભારત અને પાકિસ્તાન વચ્ચેની આ મેચની જનરલ એન્ટ્રી ટિકિટો વેચાઈ ચૂકી છે, તેથી હાલમાં ટિકિટની કાળા બજાર ચાલી રહ્યું છએ. જે 300 થી 1,200 થી 1,400 સુધી પહોંચી ગયું છે.

Advertisement
Tags :
Advertisement
Advertisement