એમેઝોનના ગાઢ જંગલમાં વસતી આદિવાસીઓની દુર્લભ પ્રજાતિ
12:42 PM Jul 19, 2024 IST | admin
Advertisement
એમેઝોનનું જંગલ રહસ્યથી ભરપૂર રહ્યું છે. અવનવી જીવસૃષ્ટિ અને આદિવાસીઓની વસતી બાબતે સમયાંતરે નવા-નવા ખુલાસાઓ થતા રહે છે. તસવીરોમાં સર્વાઇવલ ઇન્ટરનેશનલ દ્વારા બ્રાઝિલ, પેરૂ અને બોલિવિયાની સરહદો પર આવેલા વિશાળ જંગલમાં વસતી આદિવાસીઓની એવી પ્રજાતી લોકો સામે મુકવામાં આવી છે જે મહદઅંશે સભ્ય સમાજથી સંપુર્ણ અલિપ્ત છે. ખોરાકની શોધમાં સમયાંતરે બહાર આવતી આ આદિવાસી સમાજની વિવિધ તસ્વીરો જોવા મળે છે જેમાં શિકાર કરતા, વિમાનને અચંબાથી નિહાળતા, વિશિષ્ટ પ્રકારના રહેઠાણો, પારિવારીક માહોલમાં બેઠેલા આદિવાસી નજરે પડે છે.
Advertisement
Advertisement