For the best experience, open
https://m.gujaratmirror.in
on your mobile browser.
Advertisement

રાજકોટના પોલીસમેને ઇંગ્લેન્ડની મેમ્બર ઓફ પાર્લામેન્ટની ચૂંટણીમાં ઝુકાવ્યું

12:25 PM Jun 07, 2024 IST | Bhumika
રાજકોટના પોલીસમેને ઇંગ્લેન્ડની મેમ્બર ઓફ પાર્લામેન્ટની ચૂંટણીમાં ઝુકાવ્યું
Advertisement

ઇન્ડિપેન્ડન્ટ ઉમેદવાર તરીકે ફોર્મ ભરતા ગુજરાતીઓમાં ઉત્સાહ

રાજકોટમાં અગાઉ શહેર પોલીસમાં ફરજ બજાવી ચૂકેલા મુળ પોરબંદરના ગોસા ગામના વતની નાગાર્જુન આગઠે સાત સમુન્દર પાર ઇંગ્લેન્ડ સુધી કાઠુ કાઢી ઇંગ્લેન્ડની ચેમ્બર ઓફ પાર્લામેન્ટરીની ચૂંટણીમાં ઝં5લાવતા ઇંગ્લેન્ડમાં વસતા ગુજરાતીઓમાં ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે.

Advertisement

પોલીસ સર્વિસમાંથી રાજીનામુ આપી ઇંગ્લેન્ડ સ્થાયી થયેલા નાગાર્જુન આગઠ મીની ગુજરાતી ગણાતા લેસ્ટરના એશિયાઇ સમાજમાં ભારે લોકપ્રિય ચહેરો છે.

રાજકોટ શહેર પોલીસમાં અગાઉ ફરજ બજાવતા અને હાલ યુકે પરિવાર સાથે સ્થાયી થયેલ નાગાજુેનભાઈ આગઠ હાલ યુકેમાં એક સફળ બિઝનેસમેન છે. ગત વર્ષ કાઉન્સિલર તરીકે આવેલ ઇંગ્લેન્ડના વડાપ્રધાન દ્વારા સામાન્ય ચૂંટણીની જાહેરાત થતા નાગાર્જુનભાઈ આગઠ લેસ્ટર ઈસ્ટ વિસ્તારમાંથી ઇન્ડિપેન્ડન્ટ કેંડીડેટ તરીકે પોતાનુ ઉમેદવારી પત્રક ભર્યું છે.

આ વિસ્તાર એશિયન સમુદાય બોહોળી વસ્તી ધરાવતો વિસ્તાર છે નાગાર્જુનભાઈ અને એમની સેવન સ્ટાર એન્ટરટેનમેન્ટ ટીમ દ્વારા ગુજરાતના નામાંકિત કલાકારો કિર્તીદાન ગઢવી, માયાભાઈ આહીર, રાજભા ગઢવી, ગીતાબેન રબારી, ઉમેશ બારોટ અને સાયરામ દવે જેવા અનેક વિખ્યાત કલાકારોના પ્રોગ્રામ સફળ આયોજન કરવા માટે જાણીતા છે અને લેસ્ટર ઇસ્ટમાં નાગાર્જુનભાઈ આગઠ ખૂબ જ લોક ચાહના ધરાવે છે આગામી 4 જુલાઈના રોજ ચૂંટણી યોજવાની હોય તેઓની જીતના ઉજળા સંજોગો ઊભા થયા છે. લેસ્ટર ઇસ્ટમાં રહેતા તમામ સમુદાયના લોકોમાં તેઓની ઉમેદવારી બદલ મોટા પ્રમાણમાં ઉત્સાહ જોવા મળ્યો છે.

Advertisement
Tags :
Advertisement
Advertisement