For the best experience, open
https://m.gujaratmirror.in
on your mobile browser.
Advertisement

હળવદ પાસેથી સફેદ માટીની આડમાં ટ્રકમાંથી દારૂ-બીયરનો જથ્થો મળ્યો

12:00 PM May 17, 2024 IST | Bhumika
હળવદ પાસેથી સફેદ માટીની આડમાં ટ્રકમાંથી દારૂ બીયરનો જથ્થો મળ્યો
Advertisement

હળવદની મોરબી ચોકડી નજીક સફેદ માટીની આડમાં ટ્રકમાં લઈ જવાતા ઈંગ્લીશ દારૂૂ અને બિયરના જથ્થાને મોરબી એલસીબીની ટીમે ઝડપી પાડ્યો છે. મોરબી એલસીબીની ટીમને બાતમી મળી હતી કે, માળીયા તરફથી સફેદ માટી ભરીને આવતા ટ્રક નંબર આરજે-19-જીઈ-8765માં ભારતીય બનાવટનો ઈંગ્લીશ દારૂૂ અને બિયરનો જથ્થો છે. જે બાતમીના આધારે વોચ ગોઠવતા મોરબી ચોકડી પાસે માળીયા તરફથી સફેદ માટી ભરી આવતા ટ્રક નંબર આરજે-19-જીઈ-8765ના ચાલકને ઉભો રાખી તપાસ કરાતા માટીની આડમાં સંતાડેલી 707 બોટલ દારૂૂ કિંમત રૂૂપિયા 2,52,280 તેમજ 288 બીયરના ટીન કિંમત રૂૂપિયા 28,800 અને ટ્રક કિંમત રૂૂપિયા 15 લાખ મળી કુલ રૂૂપિયા 17,88,580નો મુદ્દામાલ જપ્ત કરી ટ્રક ચાલક સિયારામ ઉર્ફે મુકેશ બનારામ જાટની અટકાયત કરી હળવદ પોલીસ મથકે લઈ જઈ ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે.

Advertisement
Advertisement
Tags :
Advertisement
Advertisement