For the best experience, open
https://m.gujaratmirror.in
on your mobile browser.
Advertisement

ટ્રકમાં કચરાની આડમાં છુપાવેલ વિદેશી દારૂ-બિયરનો જથ્થો ઝડપાયો

12:16 PM Jan 30, 2024 IST | Bhumika
ટ્રકમાં કચરાની આડમાં છુપાવેલ વિદેશી દારૂ બિયરનો જથ્થો ઝડપાયો

ભાવનગર જિલ્લાના મહુવા નજીક બાયપાસ હાઈવે પર પ્લાસ્ટિકના કચરાની આડમાં વિદેશી દારૂૂ અને બીયરનો જથ્થો ભરેલા અશોક લેલેન્ડ ટ્રક સાથે ચાલકની ધરપકડ કરી એલસીબી પોલીસે રૂૂ. 9,32,600 નો મુદ્દામાલ કબજે કરી કાયદેસર કાર્યવાહી હાથ ધરી હતી.

Advertisement

એલ.સી.બી. પોલીસ સ્ટાફ મહુવા નજીક પેટ્રોલિંગમાં હતો તે દરમિયાન મળેલી બાતમીના આધારે મહુવા બાયપાસ રોડ ઉમણીયાવદર જવાના રસ્તા પાસે વોચમાં રહીને બાયપાસ હાઈવે પરથી પસાર થઈ રહેલ અશોક લેલેન્ડ કંપનીના ટ્રક નં.જી.જે.32-ટી-9905 ને અટકાવીને ટ્રકની અંદર તપાસ કરતા ટ્રકમાં ભરેલ પ્લાસ્ટિકના કચરાની આડમાં છુપાવેલ ભારતીય બનાવટના વિદેશી દારૂૂની નાની મોટી 1654 બોટલ તેમજ બિયરના ટીન નંગ 48 મળી આવ્યા હતા.

એલસીબી પોલીસે રૂૂ.2,32,600 ની કિંમતનો વિદેશી દારૂૂ અને બિયરનો જથ્થો તેમજ અશોક લેલેન્ડ ટ્રક મળી કુલ રૂૂ.9,32,600 ના મુદ્દામાલ સાથે ટ્રકના ચાલક નાગજી માધાભાઈ સાંખટ ( રહે. વિક્ટર નેસડા વિસ્તાર, રાજુલા ) ની ધરપકડ કરી હતી.

Advertisement

આ શખ્સની પૂછપરછ કરતા વિદેશી દારૂૂ અને બિયરનો જથ્થો સંજય કરશનભાઈ સોલંકીના કહેવાથી સેલવાસ ખાતેથી તેના કોઈ જાણીતા એ ભરી આપેલો હતો અને દારૂૂના જથ્થો સંજય સોલંકી ( રહે. ઠસિયા કુંડળ ) ને પહોંચાડવાનો હોવાનું જણાવતા એલ.સી.બી. એ બંને વિરુદ્ધ મહુવા પોલીસ મથકમાં ગુનો દાખલ કરાવી કાયદેસર કાર્યવાહી હાથ ધરી હતી.

Advertisement
Tags :
Advertisement
Advertisement