For the best experience, open
https://m.gujaratmirror.in
on your mobile browser.
Advertisement

ધોરાજીમાંથી જૂનાગઢ વેચવા લઈ જવાતો 34 કિલો શંકાસ્પદ ઘીનો જથ્થો ઝડપાયો

12:15 PM Nov 29, 2023 IST | Sejal barot
ધોરાજીમાંથી જૂનાગઢ વેચવા લઈ જવાતો 34 કિલો શંકાસ્પદ ઘીનો જથ્થો ઝડપાયો

ધોરાજી તાલુકા પોલીસે શંકાસ્પદ ઘીનો 34 કિલો જથ્થો ઝડપી લઇ આ ઘીના નમૂના લેબોરેટરીમાં ચકાસણી માટે મોકલી અપાયા છે. ત્રણ મહિલા સહિત ચાર લોકો ઘી જૂનાગઢ તરફ વેચવા જઇ રહ્યા હતા ત્યારે તાલુકા પોલીસેને શંકાસ્પદ ઘી મળી આવ્યું હતું. રૂૂ. 8500નો મુદામાલ અને 34 કિલો ઘીનો જથ્થો કબજે લીધો છે.
ધોરાજી- જૂનાગઢ રોડ પર પોલીસ પેટ્રોલિંગ દરમિયાન ધોરાજીમાં રહેતાં માલૂબેન વેરશીગ ભાઇ ઉ.વ.) 40, આલૂબેન રાજૂરભાઈ ઉ.વ. 56, રાણીબેન ખીમજીભાઈ (40), વેરશીગ રાયમલભાઈ ઉ.વ. 45 જૂનાગઢ ખાતે ચીકાશવાળો, પીળાશ વાળો, ઘટ તેલી પદાર્થ કમ પ્રવાહી સ્ટીલના કીટલાઓ ભરીને જૂનાગઢ છૂટક વેચાણ કરવા જતાં હતાં ત્યારે પોલીસ સ્ટાફે ચેકિંગ કરતાં આજથ્થો લોકોના આરોગ્યને નુકસાન કરે તે પહેલાં 34 કિ.ગ્રા જથ્થો કે જેની કિંમત 250 લેખે 8500નો મુદામાલ કબજે લઇ નમૂનો લેબોરેટરી પરીક્ષણ માટે ફૂડ એન્ડ ડ્રગ્ઝ વિભાગને મોકલી અપાયો છે. ધોરાજી તાલુકા પોલીસના તપાસનીશ અધિકારી પીએસઆઇ રાખોલિયાએ જણાવ્યું હતું કે આ લોકો જે જથ્થો વેચવા જઇ રહ્યા હતા અને અસલીમાં ખપાવી દેતા હતા એ ચીકાશવાળો પીળો પદાર્થ હતો. ત્રણ મહિલા સહિત ચારની પ્રારંભિક પૂછપરછ દરમિયાન તેમણે જણાવ્યું હતું કે તેઓ આ ઘીમાં ધોરાજી તાલુકા પોલીસ મથક ના પીએસઆઇ રાખોલીયા એ જણાવ્યું હતું કે પોલીસ સ્ટાફે ચેકીંગ હાથ ધરી ને જૂનાગઢ રોડ પર થી ત્રણ મહિલાઓ તથા વનસ્પતિ ઘી, એસેન્સ,નાગરવેલના પાનનો રસ,કલર નાખીને નકલી ઘી બનાવતાં અને તેનું છૂટક વેચાણ કરાતું હતું. આ મામલે 34 કિલો મુદ્દામાલ કબજે કરીને ફુડ એન્ડ ડ્રગ્સ વિભાગને જાણ કરીને આગળની કાર્યવાહી હાથ ધરી છે.

Advertisement

Advertisement
Tags :
Advertisement
Advertisement